Not Set/ ટ્રમ્પની સ્વાગત તૈયારીઓને લઇને શિવસેનાનો તંજ, યુએસનાં રાષ્ટ્રપતિ છે કોઇ ‘ધર્મરાજા’ નથી

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’ દ્વારા કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ ‘સામના’ નાં સંપાદકીયમાં લખ્યું છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ એટલે કે ‘બાદશાહ’ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવી રહ્યા છે, તેથી આપણા દેશમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ‘બાદશાહ’ પ્રેસિડેન્ટ ટ્રમ્પ શું ખાય […]

Top Stories India
Shivsena angry Trump ટ્રમ્પની સ્વાગત તૈયારીઓને લઇને શિવસેનાનો તંજ, યુએસનાં રાષ્ટ્રપતિ છે કોઇ 'ધર્મરાજા' નથી

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’ દ્વારા કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ ‘સામના’ નાં સંપાદકીયમાં લખ્યું છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ એટલે કે ‘બાદશાહ’ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવી રહ્યા છે, તેથી આપણા દેશમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ‘બાદશાહ’ પ્રેસિડેન્ટ ટ્રમ્પ શું ખાય છે, શું પીવે છે, તેના ગાદલા-પલંગ, ટેબલ, ખુરશી, તેનું બાથરૂમ, તેમનો પલંગ, છત ઝુમ્મર, તે અંગે સલાહ-સૂચન કરતા દેખાઇ રહ્યા છે.

વધુમાં લખવામાં આવ્યુ છે કે, ગુલામ ભારતમાં ઈગ્લેન્ડનાં રાજા કે રાણી આવતા હતા, ત્યારે તેમના સ્વાગતની આવી રીતે જ તૈયારી થતી હતી અને જનતાની તિજોરીથી મોટો ખર્ચ કરવામાં આવતો હતો. મિસ્ટર ટ્રમ્પ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે પણ કઇક આવુ જ થઇ રહ્યુ છે. શિવસેનાએ કહ્યું છે કે, આપણી ‘ગુલામ’ માનસિકતાનાં લક્ષણો આ તૈયારીથી દેખાઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોઇ દુનિયાનાં ‘ધર્મરાજા’ કે ‘મિસ્ટર સત્યવાદી’ નિશ્ચિતરૂપે નથી. તે એક સમૃદ્ધ, ઉદ્યોગપતિ અને મૂડીવાદી છે અને જે રીતે આપણા દેશમાં મોટા ઉદ્યોગપતિઓ રાજનીતિમાં આવે છે અથવા પૈસાનાં બળ પર રાજકારણને પોતાની હથેડીમાં રાખે છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ આવા જ વિચારો ધરાવે છે. હાલમાં, ટ્રમ્પ શક્તિશાળી યુએસનાં માત્ર રાષ્ટ્રપતિ છે.

ક્લિન્ટન, બુશ, ઓબામા પણ પહેલા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. હવે તેઓ ‘પૂર્વ’ છે. એક દિવસ ટ્રમ્પને પણ પૂર્વ કહેવું પડશે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ હોય તેવા નેતાઓ તેમના કાર્યકાળમાં ‘મજબૂત’ માનવામાં આવે છે, તે જ રીતે ટ્રમ્પ્સ છે. ટ્રમ્પ, શું તેઓ મોટા બુદ્ધિજીવી, વિશ્વનું કલ્યાણ કરનાર વિચારક છે? નિશ્ચિતરૂપે નથી પણ સત્તા પર બેઠેલી વ્યક્તિ પાસે હોશિયારીની ગંગોત્રી છે. આ માનીને જ દુનિયામાં  વ્યવહાર કરવો પડે છે. સત્તાની સામે હોશિયારી ચાલતી નથી બાબા! “મોકો મળે તો ગધેડાને પણ બાપ કહેવો પડે છે.” આ સંસારની રીત છે. એટલા માટે અમેરિકા મજબૂત છે અને તેના અધ્યક્ષ પણ ખુરશી પર બેસે ત્યાં સુધી મજબૂત રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.