નવરાત્રીમાં વરસાદ બનશે વિલન/ નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, અંબાલાલ પટેલની ભારે આગાહી

રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મજબૂત વરસાદી સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Others
Mantavyanews 5 6 નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, અંબાલાલ પટેલની ભારે આગાહી

ગુજરાતના અનેક જીલ્લામાં હાલ મેધરાજા વરસી રહ્યા છે. ત્યારે ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડી રહ્યો છે. આવામાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, આગામી 4 થી 12 ઓક્ટોબર દરમિયાન ચક્રવાત આવશે. જેના પગલે 4 થી 10 ઓકટોબર આસપાસ અરબ સાગરમાં હલચલ મચશે. 100 થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

આગળ તેઓએ જણાવ્યું કે, 17 થી 19 ઓક્ટોમ્બર મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. 18 થી 20 ઓક્ટોમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. જેના પગલે એવું જણાઈ રહ્યું છે કે, આ વખતે નવરાત્રીના રંગમાં વરસાદ ભંગ પડશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઉ. ગુજરાતના મહેસાણા, પાટણ, સમી હારીજમાં વરસાદ પડશે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ વરસાદ દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં પણ ભારે વરસાદ,કચ્છના રાપરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

જો ઉત્તર સૌરાષ્ટ્રના જીલ્લાની વાત કરવામાં આવે તો,રાજકોટ, સુરેન્દ્રનગરનાં ભાગોમાં વરસાદ રહેશે, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ પડશે. મધ્ય સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતાઓ  છે.

આ પણ વાંચો:મધ્ય ગજરાતમાં મહીસાગર નદી બની ગાંડીતૂર, પંચમહાલના શહેરા તાલુકામાં 40 લોકોનું રેસ્ક્યું

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ, સરદાર સરોવરમાંથી પાણી છોડતા અનેક જિલ્લાઓની વધી મુશ્કેલી

આ પણ વાંચો: ગણેશના ધડ સાથે માત્ર હાથીનું માથું જ કેમ જોડાયેલું છે, શું તમે જાણો છો આ રહસ્ય?

આ પણ વાંચો: આ છે ભગવાન ગણેશના મંત્ર, જાપ કરવાથી પણ દૂર થઈ શકે છે તમારી પરેશાનીઓ