Covid-19/ દેશમાં આજે ફરી વધ્યા કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં 284 દર્દીઓનાં થયા મોત

આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 27 હજાર 176 દર્દીઓ મળી આવ્યા છે અને 284 ચેપગ્રસ્ત લોકોનાં મોત થયા છે.

Top Stories India
11 54 દેશમાં આજે ફરી વધ્યા કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં 284 દર્દીઓનાં થયા મોત

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસો વધીને 22.57 કરોડ થઈ ગયા છે. વળી, આ રોગચાળાને કારણે કુલ 46.4 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ઉપરાંત, 5.74 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. વળી ભારતની વાત કરીએ તો આજે કોરોનાનાં કેસમાં વધારો થયો છે.

આ પણ વાંચો – ગાંધીનગર / આજે યોજાશે ગુજરાતનાં મંત્રીમંડળની શપથવિધિ, મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ

આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 27 હજાર 176 દર્દીઓ મળી આવ્યા છે અને 284 ચેપગ્રસ્ત લોકોનાં મોત થયા છે. હાલમાં 3 લાખ 51 હજાર 87 દર્દીઓની સારવાર ચાલી રહી છે. નવા આંકડાઓનો સમાવેશ કરીને, અત્યાર સુધીમાં દેશમાં 3 કરોડ 33 લાખ 16 હજાર 755 દર્દીઓની ઓળખ થઈ છે. મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19 થી કોઈ મૃત્યુ નોંધાયું નથી જ્યારે 38 વધુ લોકોને ચેપ લાગવાની પુષ્ટિ થઈ છે. દિલ્હીમાં સંક્રમણ દર (કુલ ટેસ્ટ કરાયેલા સેમ્પલોનાં પ્રમાણમાં સંક્રમણ) 0.05 ટકા હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, 14 સપ્ટેમ્બર સુધી દેશભરમાં કોરોનાની રસીનાં 75 કરોડ 89 લાખ 12 હજાર 277 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 61.15 લાખ રસી આપવામાં આવી હતી. વળી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, અત્યાર સુધીમાં 54.60 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે લગભગ 16 લાખ 10 હજાર કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.62 ટકા છે. એક્ટિવ કેસ 109%છે.

આ પણ વાંચો – પરિણામ / JEE Main 2021 નું પરિણામ જાહેર, 44 વિદ્યાર્થીઓએ આ સત્રમાં મેળવ્યા 100 ટકા

  • કોરોનાનાં કુલ કેસ – 3 કરોડ 33 લાખ 16 હજાર 755
  • કુલ ડિસ્ચાર્જ – 3 કરોડ 25 લાખ 22 હજાર 171
  • કુલ સક્રિય કેસ – 3 લાખ 51 હજાર 087
  • કુલ મૃત્યુ- 4 લાખ 43 હજાર 497
  • કુલ રસીકરણ – 75 કરોડ 89 લાખ 12 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 33 લાખ 16 હજાર લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 4 લાખ 43 હજાર 497 લોકોનાં મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 25 લાખ 22 હજાર લોકો ઠીક થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 51 હજાર 087 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે. કેરળમાં આજે કોરોના વાયરસનાં સંક્રમણનાં 15,876 નવા કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 44,06,365 થઈ ગઈ છે. સપ્ટેમ્બરનાં પહેલા સપ્તાહ દરમિયાન રાજ્યમાં દરરોજ સંક્રમણનાં લગભગ 30 હજાર કે તેથી વધુ કેસ નોંધાયા હતા, પરંતુ તે પછી સંક્રમણ ઘટી ગયા છે. છેલ્લા 24 કલાકમાં, 129 દર્દીઓનાં મોત નીપજ્યા છે, ત્યારબાદ કુલ મૃતકોની સંખ્યા વધીને 22,779 થઈ ગઈ છે.