Not Set/ મહીસાગર નદીમાં ડૂબી જતા ૩ યુવકોના કરુણ મોત

હોળી બાદ અત્યાર સુધીમાં કુલ ૧૩ યુવાનોના નદીમાં ડૂબી જતાં મોત થયા છે. આજે પણ ત્રણ યુવાનોના ડૂબી જતાં મોતને ભેટ્યા છે.

Top Stories Gujarat
ramnavami 1 7 મહીસાગર નદીમાં ડૂબી જતા ૩ યુવકોના કરુણ મોત
  • મહીસાગર નદી માં 6 પૈકી 3 યુવાન ડૂબ્યા
  • લુણાવાડા પેટ પૂજા હોટેલ નો સ્ટાફ ના યુવાનો ડૂબ્યા
  • બપોર ના સમયે 6 યુવાનો નાહવા માટે આવ્યા હતા મહીસાગર નદી

મહીસાગર નદી સ્થાનિકો માટે જીવતું સ્મશાન બની રહી છે ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા નદીના પાણીમાં ધુબાકા મારતા સ્થાનિક યુવાનોને નદી પોતાના આગોશમાં સમાવી કાળનો કોળિયો બનાવી રહી છે. હોળી બાદ અત્યાર સુધીમાં કુલ ૧૩ યુવાનોના નદીમાં ડૂબી જતાં મોત થયા છે. આજે પણ ત્રણ યુવાનોના ડૂબી જતાં મોતને ભેટ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર લુણાવાડાના પેટપૂજા હોટલનો સ્ટાફ ગરમીથી છુટકારો મેળવવા માટે બપોરના સમયે મહીસાગર નદીમાં નાહવા માટે આવ્યા હતા જેમાંથી ત્રણ યુવાન ડૂબી જતાં મોતને ભેટયા છે.  જ્યારે એક યુવકનો આબાદ બચાવ થયો છે.

હોટલના સ્ટાફમાંથી કુલ છ યુવકો મહીસાગર નદીમાં નાહવા માટે આવ્યા હતા. જેમાંથી ચાર યુવાનો નદીમાં ધુબાકા મારતા હતા. જ્યારે અન્ય બે યુવાનો નદીના કિનારે ઉભા રહી નજારો નિહાળી રહ્યા હતા. નદીમાં રહેલા ચાર યુવકોમાંથી ત્રણ યુવકોના ડૂબી જતાં મોત થયા છે. જ્યારે એક યુવકનો બચાવ થયો છે.

મૃતકોમાં થી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે હજુ પણ બે યુવાનો લાપતા છે સ્થાનિક મામલતદાર પોલીસ ટીમ સહિત ફાયર સ્ટાફ ઘટનાસ્થળે હાજર છે. અને 2 યુવકોની શોધખોળ હજુ પણ ચાલુ છે.

National/ ભારતમાં પણ શ્રીલંકા જેવી સ્થિતિ?: આ રાજ્ય ભારે દેવાદાર, શું મફત વિતરણ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય રહેશે?

વિવાદ/ મુસ્લિમ દેશોમાં લાઉડસ્પીકર પર અઝાન નથી થતી , તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલ