Not Set/ ઘાસચારા કૌંભાડમાં લાલુ પ્રસાદને ઝટકો, સુપ્રીમ કોર્ટે લાલુ પ્રસાદની જામીન અરજી ફગાવી

નવી દિલ્હી, ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા લાલુ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે લાલુ યાદવની જામીન અરજી ફગાવી દીધી છે. સીબીઆઈએ ચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો. લાલુ યાદવે સ્વાસ્થય સારુ ન હોવાના આધાર પર જામીન માંગ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી […]

Top Stories India
Lalu Yadav ઘાસચારા કૌંભાડમાં લાલુ પ્રસાદને ઝટકો, સુપ્રીમ કોર્ટે લાલુ પ્રસાદની જામીન અરજી ફગાવી

નવી દિલ્હી,

ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા લાલુ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે લાલુ યાદવની જામીન અરજી ફગાવી દીધી છે. સીબીઆઈએ ચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો. લાલુ યાદવે સ્વાસ્થય સારુ ન હોવાના આધાર પર જામીન માંગ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે, લાલુ યાદવે જેલમાં જ રહેવું પડશે. જોકે હાલ તેઓ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે 1980 ના દશકા પછી બિહારના લોકો માટે આ પહેલી ચૂંટણી છે જે લાલુ પ્રસાદ યાદવ વગર લડવામાં આવી રહી છે. રાષ્ટ્રીય જનતા દળની કમાન તેમના હાથમાં છે પરંતુ તેમના બંને દીકરાઓમાં જ સારા સંબંધો નથી. તેમના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે આરજેડી વિરુદ્ધ નવી પાર્ટીની શરૂઆત કરી છે અને લાલુ રાબડી મોરચો બનાવીને બે જગ્યાએથી ઉમેદવાર ઉભા રાખવાની વાત કરી છે.