Not Set/ ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા 111 વર્ષની વયે બ્રહ્મલીન

કાંકરેજ તાલુકાનાં ટોટાણા ગામે ઠાકોર સમાજનાં મહાન સંત સદારામ બાપા 111 વર્ષે દેવલોક પામ્યા છે. પાટણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.બપોરે ચાર કલાકે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. જોકે તે પહેલા તેમના અંતિમ દર્શન માટે ટોટાણા ગામે લોકો ઉમટી રહ્યા છે.બાપાની વિદાયથી તેમના સમર્થકોમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે.ટોટાણા આશ્રમ ખાતે સાંજે ચાર વાગ્યે સંતો, […]

Top Stories Gujarat Others Videos
wwp 3 ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા 111 વર્ષની વયે બ્રહ્મલીન

કાંકરેજ તાલુકાનાં ટોટાણા ગામે ઠાકોર સમાજનાં મહાન સંત સદારામ બાપા 111 વર્ષે દેવલોક પામ્યા છે. પાટણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.બપોરે ચાર કલાકે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. જોકે તે પહેલા તેમના અંતિમ દર્શન માટે ટોટાણા ગામે લોકો ઉમટી રહ્યા છે.બાપાની વિદાયથી તેમના સમર્થકોમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે.ટોટાણા આશ્રમ ખાતે સાંજે ચાર વાગ્યે સંતો, મહંતો અને પરિવારની ઉપસ્થિતિમાં બાપાના પાર્થિવદેહને અગ્નિદાહ અપાશે.

બાપાના પાર્થિવ દેહને પાલખીમાં

પરમ પૂજય સંત શ્રી સદારામ બાપાના પાર્થિવ દેહને પાલખીમાં સવારે 6:00 કલાકે ટોટાણા ધામ ખાતે થી પૂજ્ય બાપુના આશ્રમે થી ખારીયા થઈ થરા સુધી થરા નગર માં શ્રધાળુઓ ના દર્શન માટે લઈ જવાશે અને પુનઃ ટોટાણા આશ્રમ ખાતે સાંજે 4:00 વાગે અંતિમ વિધિ માટે લઈ જવાશે અને ત્યાં બાપુ ને સંતો મહંતો ની અને પરિવાર ની ઉપ્શ્ઠિતિ માં અગ્નિ દાહ આપાશે .

સમાજ સુધારણા અને વ્યસન મુક્તિ નું ઉત્તમ કાર્ય કરનાર આ ઓલિયા સંત પુરુષ ને સરકાર દ્વારા ગત વર્ષે ગુજરાત ગૌરવ ગરિમા અવોર્ડ થી નવાજવા માં આવ્યા હતા .પૂજ્ય બાપુને હિંદુ મુસ્લિમ તમામ સમાજ ના લોકો દર્શનીય માનતા હતા .પરિણમે બાપુની હયાતી માં તેમના ભક્તોએ તેમના ડીસા ના ચિત્રોડા અને દિયોદર ખાતે મંદિરો બનાવ્યા છે .અને જૂનાગઢ અને માલસર ખાતે તેમના આશ્રમ આવેલા છે .બાપુના ઉ.પી ના સી.એમ યોગી આદિત્ય નાથ અને કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વગેરે એ તેમના ટોટાણા આશ્રમ ખાતે દર્શન કર્યા છે આમ પૂજ્ય બાપુ એક મહાન સંત હતા તેમને લોકો ક્યારેય નહીં ભૂલે .