કમોસમી વરસાદ/ ઉનાળામાં જામ્યો વરસાદી માહોલ, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા

સવારે ધુમ્મસ અને બપોરે વરસાદી માહોલ વરસાદી છાંટા પડતા રોડ થયા ભીના, ખેડૂત પુત્રો ચિંતાતુર બન્યા શિયાળો પૂર્ણ થતા જ ઉનાળાની ધીમી ગતિએ શરૂઆત થઈ રહી છે. દ્વારકા જીલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવવા પામો છે. ત્યારે દ્વારકા જીલ્લાના ભાણવડમાં અચાનક મેઘરાજાની પધરામણી થવા પામી છે. દ્વારકા જીલ્લાના વાતાવરણમાં સવારે ધુમ્મસ અને બપોરે વરસાદી ઝાપટા વરસતા […]

Ahmedabad Gujarat Others
vlcsnap 2021 03 12 19h18m41s239 ઉનાળામાં જામ્યો વરસાદી માહોલ, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા

સવારે ધુમ્મસ અને બપોરે વરસાદી માહોલ

વરસાદી છાંટા પડતા રોડ થયા ભીના, ખેડૂત પુત્રો ચિંતાતુર બન્યા

શિયાળો પૂર્ણ થતા જ ઉનાળાની ધીમી ગતિએ શરૂઆત થઈ રહી છે. દ્વારકા જીલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવવા પામો છે. ત્યારે દ્વારકા જીલ્લાના ભાણવડમાં અચાનક મેઘરાજાની પધરામણી થવા પામી છે. દ્વારકા જીલ્લાના વાતાવરણમાં સવારે ધુમ્મસ અને બપોરે વરસાદી ઝાપટા વરસતા ધરતીના તાતા ખેડૂતો ચિંતાતુર બની જવા પામ્યા હતા.

vlcsnap 2021 03 12 19h19m45s993 ઉનાળામાં જામ્યો વરસાદી માહોલ, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા

ઉનાળો ધીમી ગતિએ શરૂ થઈ રહ્યો છે. અચાનક દ્વારકા જીલ્લાના વાતાવાતારમાં પલ્ટો આવવા પામ્યો છે. જેમાં દ્વારકા જીલ્લાના ભાણવડમાં અચાનક વરસાદ વરસવાનું શરૂ થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. તેમજ રસ્તા પર નાના મોટા પાણીના ખાબોચિયા ભરાઈ જવા પામ્યા હતા. એકાએક વરસાદ વરસવાનું શરૂ થતા લોકો ફરી ઠંડીનો  અનુભવ કર્યો હતો. દ્વારકા જીલ્લમાં સવારે ધુમ્મસ અને બપોરે વરસાદી ઝાપટા પડતા ધરતીના તાતા એવા ખેડૂતો ચિંતાતુર બની જવા પામ્યા હતા. ત્યારે ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેતર કરેલ પાકને પણ નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. અચાનક વાતાવાતારમાં પલ્ટો આવતા ખેતરોમાં ખેડૂતોએ સંગ્રહ કરેલ પાક ભીનો ન થાય તેવી સુરક્ષિત જગ્યાએ પણ મુકવાની તકેદારી લીધી છે. તેમજ માર્કેટયાર્ડમાં ખેડૂતો પસેથી ખરીદેલ માલ પણ વેપારીઓ દ્વારા ગોડાઉનમાં મૂકી દીધો હતો.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…