ચુકાદો/ સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને કોર્ટે ફટકારી સાત વર્ષની સજા

શહેરના વેજલપુર વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર નરાધમ મુન્ના ઉર્ફે બંગાળી ને સ્પે.પોકસો કોર્ટના જજ પી.સી.જોશીએ સાત વર્ષની સજા ફટકારી છે. કોર્ટે, પાંચ વર્ષ સુધી બચાવ પક્ષની દલીલો, ફરિયાદ પક્ષની દલીલો તેમજ સરકારી વકીલની દલીલોને સતત સાંભળ્યા બાદ આરોપીને દુષ્કર્મના ગુનામાં દોષિત જાહેર કર્યા છે. બનાવની વિગત એવી છે કે, ગઈ તા.30 મી ડિસેમ્બર […]

Ahmedabad Gujarat
20150929184415 law and justice patent સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને કોર્ટે ફટકારી સાત વર્ષની સજા
શહેરના વેજલપુર વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર નરાધમ મુન્ના ઉર્ફે બંગાળી ને સ્પે.પોકસો કોર્ટના જજ પી.સી.જોશીએ સાત વર્ષની સજા ફટકારી છે. કોર્ટે, પાંચ વર્ષ સુધી બચાવ પક્ષની દલીલો, ફરિયાદ પક્ષની દલીલો તેમજ સરકારી વકીલની દલીલોને સતત સાંભળ્યા બાદ આરોપીને દુષ્કર્મના ગુનામાં દોષિત જાહેર કર્યા છે.
બનાવની વિગત એવી છે કે, ગઈ તા.30 મી ડિસેમ્બર 2015ના રોજ આરોપી 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપી સગીરાને સુરત ભગાડી ગયો હતો. સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા તેની સામે ફરિયાદ થઈ હતી.આ કેસ ચાલી જતા સ્પે.સરકારી વકીલ નિલેશ લોધા એ 17 જેટલા સાહેદો ને તપાસ્યા હતા. કોર્ટે ભોગ બનનારની જુબાની અને તબીબી પુરાવાના આધારે સજા ફટકારી હતી.