Not Set/ નંદીગ્રામમાં રોમાંચક ટક્કર, પાર્ટી ભલે અલગ અલગ પણ આમ તો TMC V/s TMC

નંદીગ્રામમાં રોમાંચક ટક્કર, પાર્ટી ભલે અલગ અલગ પણ આમ તો TMC V/s TMC

Mantavya Exclusive India
bangal નંદીગ્રામમાં રોમાંચક ટક્કર, પાર્ટી ભલે અલગ અલગ પણ આમ તો TMC V/s TMC

@ચિરાગ પંચાલ, અમદાવાદ 

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચૂંટણીને લઇને ભાજપ અને ટીએમસીમાં જબરજસ્ત ટક્કર થવાની છે. આ વિધાનસભા ચૂંટણીની સૌથી હોટ બેઠક નંદિગ્રામ બની ગઇ છે. કારણ કે નંદિગ્રામથી ભાજપના નેતા શુભેંદું અધિકારી અને ટીએમસી નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સામસામે મુકાબલો થવાનો છે. આ ખુબ જ રસપ્રદ રાજકીય લડાઇ છે.

High-Voltage Polls To Be Witnessed, Suvendu Adhikari To Battle Mamata Banerjee

પશ્ચિમ બંગાળનું નંદીગ્રામ સતત ચર્ચામાં છે. ૧૦ માર્ચે ઉમેદવારી પત્ર ભરવા ગયેલા મમતા બેનર્જી પર કથિત હૂમલાની ખબરથી રાજકીય તાપમાન અનેક ઘણું વધી ગયુ છે. હવે મમતાને પચાસ હજાર મતથી હરાવવાનો પડકાર આપી ચૂકેલા તેમના જૂના સાથી શેભેન્દું અધિકારીએ બે દિવસ પછી ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભરી દીધુ છે. પણ રાજકારણના આ સંગ્રામની વચ્ચે નંદિગ્રામની સચ્ચાઇ શું છે તે પણ જરૂરી છે.

મેદાનમાં ‘મોદી’, ખુરશી પર ‘દીદી’

મમતા’નો શું હશે ‘માસ્ટરસ્ટ્રોક’?

નંદિગ્રામમાં થશે રોમાંચક ટક્કર

નંદિગ્રામ, નામમાં ગ્રામ લાગેલું છે પણ નંદિગ્રામમાં કોઇ એક ગ્રામ નથી. જે નંદિગ્રામનું નામ ચર્ચામાં છે તે એક વિધાનસભાની બેઠક છે. અને આ નંદિગ્રામ બેઠકમાં ૧૩૮ ગામોનો સમાવેશ થાય છે. પશ્ચિમબંગાળના પુર્વ મેદિનીપુર જીલ્લામાં સ્થિત નંદિગ્રામ પ્રદેશની રાજધાની કોલકત્તાથી ૧૬૦ કિલોમીટર દુર છે. અને ત્યાં નંદિગ્રામ નામનું એક નાનું નગર છે. જ્યાં મુશ્કેલીથી પાંચ-છ હજાર લોકો રહે છે. જ્યારે નંદિગ્રામ વિધાનસભાની વસ્તિ અહી ૨૦૧૧માં જ અહી સવા ત્રણ લાખથી વધારે હતી.

Mamata's Nandigram moment - Frontline

એટલે કે નંદિગ્રામ ગામ અને ખેડૂતોનો વિસ્તાર છે. ૧૩ વર્ષ પહેલાં ખેડૂતોએ અહી પોતાની જમીન બચાવવા માટે જે આંદોલન કર્યુ હતું. તેની શકલ જોઇને મમતા બેજર્નીએ ૨૦૧૧ની ચૂંટણીમાં વામપંથીઓની ૩૪ વર્ષથી ચાલતી આવતી સત્તાનો અંત કરી દીધો હતો. નંદિગ્રામ હવે ફરી એક વાર ચર્ચામાં છે. એટલું જ નહી વધારે ચર્ચમાં છે. ૨૦૨૧માં થઇ રહેલી છ રાજ્યોની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચા પશ્ચિમ બંગાળની થઇ રહી છે. અને પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠકોમાં પણ સૌથી વધારે ચર્ચા જો કોઇની થતી હોય તો તે છે નંદિગ્રામ બેઠક.

FPJ Explains: Who is Subhendu Adhikari, the Bengal minister whose 'dissent' is threatening Mamata's regime?

મમતા બેનર્જીને નંદિગ્રામમાં પોતાના સાથી અને ત્યાંના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીની બગાવતને એવો ફટકો માર્યો કે તેમણે એલાન કરીને કહી દીધુ કે તેઓ તેમના ગઢમાંથી જ ચૂંટણી લડશે. શુભેન્દુ અધિકારીએ એટલે સુધી લલકાર ફેક્યો કે જો મુખ્યમંત્રીને પચાસ હજાર મતથી હરાવુ તો, કાયમ માટે રાજકારણને છોડી દઇશ. હવે ૧ એપ્રિલે નંદિગ્રામના લોકોને નક્કી કરવાનું છે કે તેઓ દીદીનો સાથ આપશે કે દાદાનો .

નંદિગ્રામમાં શું થયુ હતું જો તમે તેને સમજવા માંગતા હોય તો કહાની બસ એટલી જ કે રાજય સરકારે એક ખાનગી કંપનીને ફેક્ટરી માટે અહીના ખેડૂતોની જમીન લેવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોએ તેનો વિરોધ કર્યો. પછી હિંસા થઇ અને સરકાર જતી રહી.

विधानसभा चुनावः पश्चिम बंगाल की सीएम ममता बनर्जी नंदीग्राम से लड़ेंगी विधानसभा चुनाव |Assembly Elections: CM Mamata Banerjee of Bengal will contest assembly elections from ...

૨૦૦૭માં જ્યારે નંદિગ્રામમાં હિંસા થઇ ત્યારે રાજયમાં વામ મોરચાની સરકાર હતી. અને મુખ્યમંત્રી હતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, તેમણે ૨૦૦૦માં ત્યારે વામ મોરચાની સત્તા સંભાળી હતી. જ્યારે ૧૯૭૭માં મુખ્યમંત્રી રહેલા જ્યોતિબાસુંએ ૮૬ વર્ષની ઉંમરે જવાબદારીમાંથી હટવાનો નિર્ણય કર્યો. બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ વામપંથીઓની ઉધોગવિરોધી હોવાની છબીને બદલવાનો પ્રયાસ કર્યો. અને તેના અંતર્ગ્ત ૨૦૦પમાં જ્યારે ભારત સરકારે દેશભરમાં કેમિકલ હબ બનાવવાનો વિચાર કર્યો તો તેમાં નંદિગ્રામનું નામ સામે આવ્યુ હતું. ત્યારે નકકી થયુ હતું કે બંદર ધરાવતા ઔધોગિક શહેર હલ્દિયાની પાસે નંદિગ્રામને એક પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ વિસ્તાર તેમજ એક વિશેષ આર્થિક વિસ્તારના રૂપમાં વિકસીત કરવાનું આયોજન હતું.

૧૪ હજાર એકરના આ વિસ્તારમાં વિકસિત થનારા આ કેમિકલ હબ માટે બુદ્ધદેવ સરકારે ઇન્ડોનેશિયાની દિગ્ગજ ઔધોગિક કંપની સલિમ ગ્રુપનું રોકાણ મેળવ્યું. પણ આ પ્રોજેક્ટને લઇને નંદિગ્રામના ખેડૂતોના મનમાં શંકા પેદા થઇ કે સરકાર, પોલીસ અને પોતાના સમર્થકોના દમ પર જબરજસ્તી તેમની જમીન લઇ લેવાશે. તૃણમુલ કોંગ્રેસે આ ખેડૂતોના વિરોધને એક આંદોલનનું મહોરૂ પહેરાવી દીધું. નંદિગ્રામમાં પાર્ટીના સમર્થકો અને નેતાઓએ વિરોધી ખેડૂતોનું એક સંગઠન ઉભુ કરી દીધું. અને તેનું નામ રાખવામાં આવ્યું, જમીન વિરોધી સમિતી. તે પછી ત્યાં હિંસા થઇ જેની ચર્ચા દેશભરમાં થઇ.

West bengal former chief minister Buddhadev Bhattacharya | TV9 Bharatvarsh

અને પરિણામ એ આવ્યુ કે, ૨૦૦૭માં હિંસા પછી ૨૦૦૮માં નંદિગ્રામમાં પંચાયત અને જીલ્લાપંચાયતની ચૂંટણીમાં વામપંથીઓની હાર થઇ. અને તૃમુલ કોંગ્રેસની જીતનો સિલસિલો શરૂ થયો. તેનું પરિણામ ૨૦૧૧માં જોવા મળ્યું. વામ મોરચાની ૩૪ વર્ષ જૂની સરકારને મમતા બેનર્જીએ ઉખાડી નાખી. નંદિગ્રામ હિંસાના ૧૪ વર્ષ બાદ આ ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ આમને સામને છે. જો કે જાણકારો કહે છે કે આ લડાઇ તૃણમુલના વિરૂદ્ધ તૃણમુલની જ લડાઇ છે. પાર્ટી ભલે અલગ અલગ હોય. પણ લોકો એ જ છે. જે પહેલાં ક્યારેક એક સાથે હતા.