Not Set/ સુપ્રિયા શ્રીનેટને કોંગ્રેસ પાર્ટીએ આપી મોટી જવાબદારી, બનાવી રાષ્ટ્રીય પ્રવક્તા

કોંગ્રેસે પત્રકારથી રાજકારણી બનેલા સુપ્રિયા શ્રીનેટને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા તરીકે નિમણૂક કરી છે. કોંગ્રેસે ગત લોકસભાની ચૂંટણીમાં મહારાજગંજ બેઠક પરથી સુપ્રિયા શ્રીનેટને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ ભાજપનાં પંકજ ચૌધરી સામે તેમને હાર મળી હતી. મહારાજગંજ બેઠક પહેલા કોંગ્રેસે અમરમણિ ત્રિપાઠીની પુત્રી તનુશ્રી ત્રિપાઠીને ટિકિટ આપી હતી પરંતુ બાદમાં સુપ્રિયા શ્રીનેટને મેદાનમાં ઉતાર્યા હતા. […]

Top Stories India
supriya સુપ્રિયા શ્રીનેટને કોંગ્રેસ પાર્ટીએ આપી મોટી જવાબદારી, બનાવી રાષ્ટ્રીય પ્રવક્તા

કોંગ્રેસે પત્રકારથી રાજકારણી બનેલા સુપ્રિયા શ્રીનેટને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા તરીકે નિમણૂક કરી છે. કોંગ્રેસે ગત લોકસભાની ચૂંટણીમાં મહારાજગંજ બેઠક પરથી સુપ્રિયા શ્રીનેટને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ ભાજપનાં પંકજ ચૌધરી સામે તેમને હાર મળી હતી. મહારાજગંજ બેઠક પહેલા કોંગ્રેસે અમરમણિ ત્રિપાઠીની પુત્રી તનુશ્રી ત્રિપાઠીને ટિકિટ આપી હતી પરંતુ બાદમાં સુપ્રિયા શ્રીનેટને મેદાનમાં ઉતાર્યા હતા.

સુપ્રિયાને લોકસભાની ચૂંટણી 2019 માં કોંગ્રેસ પાર્ટી દ્વારા મહારાજગંજ લોકસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ આ બેઠક પર સુપ્રિયા શ્રીનેટ ભાજપનાં પંકજ ચૌધરીથી હારી ગયા હતા. પંકજ ચૌધરીને 7,26,349 મતો મળ્યા જ્યારે સુપ્રિયાને માત્ર 72,516 મત મળ્યા હતા. સુપ્રિયાએ 10 વર્ષથી વધુ સમય સુધી ચેનલોમાં વિવિધ હોદ્દા પર કામ કર્યું છે. તે ટાઇમ્સ ટેલિવિઝન નેટવર્ક માટેની બિઝનેસ ચેનલ ઇટી નાઉ ખાતે એક્ઝિક્યુટિવ એડિટર હતી. ઇટી નાઉ પહેલા તે એનડીટીવીમાં સહાયક સંપાદક હતી. સુપ્રિયા શ્રીનેત, લેડી શ્રી રામ કોલેજની પૂર્વ વિદ્યાર્થી, ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી ચુકેલ છે. તેણે સ્કૂલનું શિક્ષણ લખનઉનાં લોરેટો કોન્વેન્ટથી કર્યું હતું.

સુપ્રિયા શ્રીનેટનો જન્મ ફેબ્રુઆરી 1977 માં થયો હતો. તેમનું શાળા શિક્ષણ લોરેટો કોન્વેન્ટ લખનઉ ખાતે થયું છે. સુપ્રિયાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. રાજકીય વિજ્ઞાનમાં સુપ્રિયા એમ.એ. કર્યા બાદ ટીવી ચેનલમાં તેણે કારકિર્દીની શરૂઆત કરી હતી. સુપ્રિયાનાં પતિનું નામ ધીરેન્દ્ર સિંહ છે જે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સુપ્રિયા સ્વામી વિવેકાનંદને તેમના આદર્શ માને છે. સુપ્રિયાએ તેના પિતાનાં સંઘર્ષોને જીવંત રાખવા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.