Not Set/ સુરેન્દ્રનગરમાં વૃક્ષને રાખડી બાંધી છેલ્લા 11 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે

સુરેન્દ્રનગરમા આ રીતે વૃક્ષારોપણ કરવામાં આવે છે, આનાથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે અને વધુમાં વધુ વૃક્ષો વાવે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા.

Gujarat Others
petrol 2 સુરેન્દ્રનગરમાં વૃક્ષને રાખડી બાંધી છેલ્લા 11 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે

ભાઇ બહેનના હેતનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન. આની ઉજવણી ભાઇને રાખડી બાંધીને કરવામા આવે છે, પરંતુ સુરેન્દ્રનગરમાં સતત 11 વર્ષથી પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી મહિલાઓ સાથે સૌથી પહેલા રાખડી વૃક્ષને બાંધે છે, પછી પોતાના લાડકા વીરા ભાઇને. વૃક્ષને એટલા માટે કે વૃક્ષનું જીવનમા મોટુ મહત્વ છે. જીવન માટે વૃક્ષોનુ હોવુ જરૂરી છે. આથી સુરેન્દ્રનગરમા આ રીતે વૃક્ષારોપણ કરવામાં આવે છે, આનાથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે અને વધુમાં વધુ વૃક્ષો વાવે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા.

સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગમાં અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. 11 વર્ષ પહેલા વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને હાલ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી વૃક્ષનું મહત્વ સમજી આ નવો ચીલો ચાતર્યો હતો જે સતત ચાલુ છે, વૃક્ષોને મહીલાઓએ રાખડી બાંધી એક વૃક્ષ વાવનાની નેમ સાથે આ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. મહીલાઓએ વૃક્ષ માટે જાતે રાખડીઓ બનાવી હતી, સાથે એક વૃક્ષ જરૂર વાવો અને વૃક્ષથી તડકો, ઓછો થાય છે. એના થકી કાળઝાળ ગરમીમાં રાહત મળી શકે છે સાથે જીવન માટે શુધ્ધ હવા અને ઓકસીજન પુરુ પાડે છે,, આ મહત્વના કારણે વૃક્ષનુ જીવનમાં મોટું મહત્વ છે. એટલે સુરેન્દ્રનગરની બહેનો દ્વારા અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. એના થકી અન્ય લોકો પણ શીખ લઇને એક વૃક્ષ વાવે જેથી આવનારા સમયમાં એનો લાભ લઇ શકાય.