Not Set/ તેલંગણામાં ટી.આર.એસ. સરકારનું દલિત કાર્ડ

દલિતોના ખાતામાં રૂા. ૧૦ લાખ નાખવાની યોજનાનો હેતુ આ રાજ્યમાં દલિત મતોને પોતાના તરફ વાળવાનો રાવ સરકારનો પ્રયાસ નથી તો શું છે ?

India Trending
તેલંગણામાં ટી.આર.એસ. સરકારનું દલિત કાર્ડ

બે દિવસ પહેલા દક્ષિણ ભારતના ઘણા અખબારોમાં સમાચાર હતા કે તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે દલિતો ના ખાતામાં રૂા. ૧૦ લાખ નાખવાની જાહેરાત કરી જે સરળ હપ્તે પરત કરવાની જાેગવાઈ છે. સમય ઘણો લાંબો એટલે કે પાંચ વર્ષ આસપાસ હોવાનું અખબારી અહેવાલો જણાવે છે. આ ઉપરાંત દલિત પરિવારો માટે તેલંગણા સરકારે જે દલિતો માટે પેન્શન સહિતની યોજનાઓ બનાવી છે તે પણ યથાવત રહેશે – ચાલુ રહેશે. આ માટે તેલંગણાની ટી.આર.એસ. સરકારે રાજ્યના બજેટમાં પણ રૂા. ૪૦ હજાર કરોડની ફાળવણી કરી છે. આ યોજનામાં ચારથી પાંચ વિભાગો પાડવામાં આવ્યા છે. જેમાં આવક પ્રમાણે ગરીબ ગણાતા દલિત પરિવારોને અગ્રતા આપવામાં આવશે. આ યોજના શા માટે ? તેવો પ્રશ્ન ઘણા રાજકીય વિશ્લેષકો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આનો જવાબ પણ સીધો સાદો અને સ્પષ્ટ છે. ૨૦૨૩માં એટલે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીથી છ માસ વહેલી ચૂંટણી તેલંગણા વિધાનસભાની યોજાવાની છે તેના માટે એક પછી એક સમાજના મતદારો પોતાની સાથે રહે અને ટીઆરએસ ફરી સત્તા પર આવે તેવો રાવ સરકારનો ઈરાદો છે. રાજકીય ભાષામાં કે વિશ્લેષકોની ભાષામાં કહો તો આ એક ‘દલિત કાર્ડ’ છે.

himmat thhakar 1 તેલંગણામાં ટી.આર.એસ. સરકારનું દલિત કાર્ડ

રાજકીય પક્ષો ચૂંટણીને અમૂક સમય બાકી હોય ત્યાં પોતાના ખેલ ખેલે છે. પોતે જાહેરાત કરે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પંજાબ અને ઉત્તરાખંડમાં મફત વીજળી-પાણી, દિલ્હીની જેમ આપશું તેવી જાહેરાત કર્યા બાદ તેમણે ત્યાં ઉત્તરાખંડને આધ્યાત્મિક રાજધાની બનાવવાની જાહેરાત કરી છે અને તેથી ત્યાં તેણે ઉત્તરાખંડની આસ્થાળુ પ્રજાની લાગણી જીતવા અને ૧૦ વર્ષના શાસનમાં વારંવાર મુખ્યમંત્રીઓ બદલવા ભાજપ-કોંગ્રેસથી સંકળાયેલી પ્રજાની લાગણી પોતાના પક્ષ ‘આપ’ તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે.

તેલંગાના

તેલંગણાની વાત કરીએ તો ૨૦૧૮માં તેલંગણા વિધાનસભાનું વહેલું વિસર્જન કરી વહેલો લોકચૂકાદો મેળવવાનો દાવ ખેલીને મુખ્યમંત્રી રાવ દ્વારા આશ્ચર્ય સર્જવામાં આવ્યું હતું. તેમાં તેની સામે કોંગ્રેસ અને ચંદ્રાબાબુ નાયડુની આગેવાની હેઠળનો પ૭ તેલુગુ દેશમ પક્ષ જાેડાણ કરી લડ્યા હોવા છતાં ફાવ્યા નહોતા. ભાજપ પણ સારો દેખાવ કરી શક્યો નહોતો અથવા તો ધારણા મુજબ બેઠકો મળી નહોતી. પરંતુ ત્યારબાદ તેલંગણામાં ભાજપે પોતાની તાકાતમાં વધારો કર્યો છે. હૈદ્રાબાદની એક બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી ૨૦૨૦માં જીતીને આ બધા વચ્ચે આજ વર્ષમાં એટલે કે ૨૦૨૦માં હૈદ્રાબાદમાં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટીઆરએસ મોટો પક્ષ બન્યો પણ સત્તા જાળવી શક્યો નહિ અને હૈદરાબાદના સાંસદ તરીકે વર્ષોથી ચૂંટાતા ઓવૈસીના પક્ષ એ.આઈ.એમ.એમ. સાથે ભાગીદારી કરી સત્તા જતી બચાવી છે. જ્યારે હૈદરાબાદમાં ભાજપે પોતાની તાકાત બમણી કરી હતી. આ સંજાેગો વચ્ચે તેલંગણામાં કોંગ્રેસ કે ટીડીપી પડકારરૂપ બને કે ન બને પણ કેન્દ્રમાં સત્તા ધરાવતા ભાજપનો સામનો કરવાનો છે. બાકી બિહાર સહિત ત્રણ રાજ્યોમાં એન.ડી.એ.ને સત્તા પર બેસાડી ભાજપની ‘બી’ ટીમ તરીકેનું ઉપનામ મેળવનાર ઓવૈસીનો પક્ષ તો ભાજપ વિરોધી મત તોડવા હાજર જ છે. ઓવૈસીને ભાજપ અને તેના સમર્થકો – ભક્તો ભલે ગમે તેટલી ગાળો દે પણ અંતે તો ઓવૈસીનો પક્ષ ભાજપને મદદરૂપ બને છે તેટલો વિપક્ષને મદદરૂપ બનતો નથી. આ બધા ગણિતો ગણીને તેલંગણાના મુખ્યમંત્રીએ દલિત કાર્ડ ઉતરવાનું નક્કી કર્યું છે. તેલંગણામાં દલિતોની ૨૫ ટકા કરતાં વધુ વસતિ છે. જ્યારે અન્ય કેટલીક બેઠકો પર દલિત મતદારો નિર્ણાયક બને તેમ છે.

કંસારો 12 તેલંગણામાં ટી.આર.એસ. સરકારનું દલિત કાર્ડ
જાે કે આ અંગે કેટલાક વિવેચકો એવી ટીકા સાથે ટકોર પણ કરે છે કે રૂપિયા દલિતો ના ખાતામાં નાખવાને બદલે ૪૦ હજાર કરોડ રૂપિયાના વધુ વિકાસ કામો કર્યા હોત તો તેની વધુ અસર થાત. આ અંગે તેલંગણાના ટીઆરએસના નેતાઓ કહે છે કે લોકડાઉન વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આત્મનિર્ભરતા સહિત અનેક સૂત્રો સાથે સમાજના વિવિધ વર્ગોને લોન આપવાની જાહેરાત કરી હતી પરંતુ આ સામે કચવાટ હતો અને ઘણા રાજ્યોના વિપક્ષોએ કેરળની ડાબેરી સરકારની લોકડાઉન વખતે દરેક રેશનકાર્ડ ધારકોના ખાતમાં દર મહિને રૂા. ૭૫૦૦ની રકમ નાખવાની યોજના વખાણી હતી. આ રકમ આવા પરિવારો માટે સહાયભૂત બની હતી. ભલે દલિતો માટે તેલંગણા સરકારે એક પ્રકારની લોન જ આપી છે પણ તેનું વ્યાજ ભરવાનું નથી અને વહેલી પરત પણ કરવાની નથી. આ સહાય કમ લોન યોજના છે. આ સંજાેગો વચ્ચે દલિતો કોઈ ધંધામાં આ રકમ રોકીને સાચા વ્યવસાય કરીને આત્મનિર્ભર બની શકે છે. જે હોય તે પણ આ યોજના ટી.આર.એસ.ની સત્તાની હેટ્રીક માટેનું દલિત કાર્ડ છે અને દક્ષિણના વધુ એક રાજ્યમાં ભાજપને સત્તા પર આવતું રોકવાનું તેમજ જૂના સાથીદાર કોંગ્રેસ પણ આ નાના રાજ્યમાં ફરી મજબૂત ન બને તે જાેવાનો પણ પ્રયાસ છે. બીજી બાજુ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહયોગી પક્ષ એઆઈએમએમ એટલે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ મજલીસ હૈદરાબાદથી આગળ વધે નહિ અને હૈદરાબાદમાં પણ તેની તાકાત તોડવાનો પ્રયાસ છે તેવું નિરિક્ષકો કહે ચે એટલે તેલંગણાની રાવ સરકારે એક તીરથી ઘણા લક્ષ્યાંકો મેળવવા માટેનું ધ્યેય રાખ્યું છે તેવી દક્ષિણના ઘણા રાજ્યોએ તેની નોંધ લીધી છે.

કંસારો 13 તેલંગણામાં ટી.આર.એસ. સરકારનું દલિત કાર્ડ
યોગી સરકારે પોતાના રાજ્યમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં મદદરૂપ બનવા માટે સ્માર્ટ ફોન આપવાની જાહેરાત કરી છે. આ પણ એક આવકાર્ય પગલું જ ગણી શકાય. જ્યારે રાજસ્થાન સરકારે પણ લોકોને મદદરૂપ બનવાની યોજના જાહેર કરેલી જ છે. સંસદે તાજેતરમાં ધાંધલ ધમાલ વગર સર્વસંમતિથી પસાર કરેલું ઓબીસી અંગેનો બંધારણ સુધારા ખરડો પણ વોટબેંક જાળવવા કે મેળવવા માટેનો એક પ્રયાસ નથી તો બીજું શું છે ? રાજકારણીઓ દરેક બાબતને રાજકારણ સાથે મૂલવે છે.

વિશ્લેષણ / તાલિબાનો ચીન – પાક સામે બની શકે છે ભસ્માસૂર

રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ