Not Set/ ઘર ખાલી કરાવવા માટે પત્નીએ જે કાવતરું રચ્યું તે ખરેખર વાંચીને તમે ચોંકી જશો

@રવિ ભાવસાર  અમદાવાદમાં નકલી પોલીસનો જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ એક પછી એક કરીને ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. કેટલાક ભેજાભાંજ ઈસમો શોર્ટકટમાં રૂપિયા મેળવવાની લાલચમાં પોલીસની વર્દીનો ખોટો ઉપયોગ કરીને લોકોની છેતરી રહ્યા છે. શહેરમાં નકલી પોલીસ જવાનો ફરતા થઇ ગયા છે જેના કારણે હવે અસલી પોલીસની ઉપર લોકોનો વિશ્વાસ ઘટતો જઈ […]

Ahmedabad Gujarat
crime ઘર ખાલી કરાવવા માટે પત્નીએ જે કાવતરું રચ્યું તે ખરેખર વાંચીને તમે ચોંકી જશો

@રવિ ભાવસાર 

અમદાવાદમાં નકલી પોલીસનો જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ એક પછી એક કરીને ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. કેટલાક ભેજાભાંજ ઈસમો શોર્ટકટમાં રૂપિયા મેળવવાની લાલચમાં પોલીસની વર્દીનો ખોટો ઉપયોગ કરીને લોકોની છેતરી રહ્યા છે. શહેરમાં નકલી પોલીસ જવાનો ફરતા થઇ ગયા છે જેના કારણે હવે અસલી પોલીસની ઉપર લોકોનો વિશ્વાસ ઘટતો જઈ રહ્યો છે.

 

તાજેતરની જો વાત કરીએ તો અમદાવાદના સોલા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા માટે નકલી પોલીસે ઘરના સભ્યોની ઉપર ખોટી રીતે દમ મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.એટલુંજ નહિ આરોપીએ ઘરના સભ્યોની હત્યા કરીને તેમની લાશ પણ નહિ મળે તેવી ધમકી આપતા ઘરના સભ્યો ખુબજ ભયભીત બની ગયા હતા.

IMG 20210402 WA0012 e1617348264129 ઘર ખાલી કરાવવા માટે પત્નીએ જે કાવતરું રચ્યું તે ખરેખર વાંચીને તમે ચોંકી જશો

સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા જાણવા મળ્યું હતું કે ફરિયાદીના પત્નીએ જ સમગ્ર ષડયંત્રને અંજામ આપ્યું હતું. તેણે જ એક વ્યકતિને નકલી પોલીસ બનાવીને ફરિયાદીના ઘરે મોકલીને તેઓને ધમકાવવા માટેનું કહ્યું હતું. મકાનમાં ગેરકાયદેસર રીતે ફરિયાદી રહેતા હોવાનું નકલી પોલીસે જણાવીને તેમને ખોટી રીતે હેરાન કરવા બદલ આ મામલે ફરિયાદીએ તેમની પત્ની અને નકલી પોલીસની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે મહિલા અને નકલી પોલીસ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

સીસીટીવી ફૂટેજમાં નકલી પોલીસની હાજરી દેખાઈ રહી છે. તે ફલેટના અંદર લિફ્ટ પાસેથી ફરિયાદીના ઘર તરફ જતો દેખાય રહ્યો છે. ફરિયાદીના ઘરે જઈને ખોટી રીતે દમ મારવા બદલ નકલી પોલીસ સામે હવે અસલી પોલીસ કઈ રીતની કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું.