Not Set/ પંચમહાલ : ઘોઘમ્બા તાલુકામાં આવેલ કરાડ ડેમ ઓવરફ્લો

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરીથી એન્ટ્રી લીધી છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદ ને કારણે ફરી એક વખત રાજયના ઘણા ડેમમાં નવા પાણીની આવક વધી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં આવેલ કરાડ ડેમ પણ નવા પાણીની આવકને કારણે ઓવરફ્લો થયો છે. કરાડ ડેમ ઓવરફ્લો થતા કરાડ નદીમાં આવ્યા નવા […]

Top Stories Gujarat Others
કરાડ ડેમ પંચમહાલ : ઘોઘમ્બા તાલુકામાં આવેલ કરાડ ડેમ ઓવરફ્લો

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરીથી એન્ટ્રી લીધી છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદ ને કારણે ફરી એક વખત રાજયના ઘણા ડેમમાં નવા પાણીની આવક વધી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં આવેલ કરાડ ડેમ પણ નવા પાણીની આવકને કારણે ઓવરફ્લો થયો છે.

કરાડ ડેમ ઓવરફ્લો થતા કરાડ નદીમાં આવ્યા નવા નીર ઉમેરાયા છે. ડેમમાં હાલ 2157 ક્યુસેક નવા પાણીની આવક છે. વર્ષ 2012 બાદ સાત વસર બાદ આ વર્ષે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની

ભયજનક સપાટી 140.08 મીટર છે જ્યારે હાલની સપાટી 141.10 મીટર છે.  નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.