આંતરરાષ્ટ્રીય યોગ દિવસ/ CM રૂપાણીએ તેમના નિવાસસ્થાને કર્યા યોગ, કહ્યું – યોગ કોરોનાને ભગાવશે

સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં યોગભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

Top Stories Gujarat Others
A 175 CM રૂપાણીએ તેમના નિવાસસ્થાને કર્યા યોગ, કહ્યું - યોગ કોરોનાને ભગાવશે

સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં યોગભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનના પ્રાંગણમાં અંજલિ બહેન રૂપાણીએ પણ સવારે યૌગિક ક્રિયાઓ અને આસનો કર્યા હતા.

સીએમ રૂપાણીએ લોકોને સંબોધન કરતા જણાવ્યું કે, યોગ દિવસે ગુજરાતીઓને અનેક શુભાચ્છાઓ. પીએમ મોદીએ સમગ્ર વિશ્લમાં યોગનું  મહત્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીને સમગ્ર વિશ્વને આપણી સંસ્કૃતિ,આપણી પ્રણાલીથી ઉજાગર કર્યા છે. કોરોનાના સંક્રમણમાં પણ યોગનું મહત્વ પણ આપણને સમજાવ્યું છે. યોગ કરોનાને ભગાવશે આ વાત પણ સાબિત થઇ ગઇ છે.

તેમણે વધુમા જણાવ્યું કે, ઓક્સિજનની વાત હોય તો પ્રાણાયમ તેનો ઉકેલ છે. શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ થશે. યોગથી જ આપણે આત્માને પરમાત્મા સાથે જોડી શકીએ છીએ. એટલે જ યોગનું મહત્તવ વધી રહ્યું છે.લોકો આવનારા દિવસોમાં ઓછાવત્તે જો યોગ કરશે તો આપણા ગુજરાતને સ્વસ્થ ગુજરાત મનાવી શકીશું.

આ પણ વાંચો :ભારતથી લઇને અમેેરિકા સુધી આજે તમામ લોકો યોગ દિવસની કરી રહ્યા છે ઉજવણી, Photos

આ ઉપરાંત સરકાર દ્વારા બીજો વર્ય્ચુઅલ કાર્યક્રમ સવારે 11થી 11.30 વાગ્યે યોજાશે. જેમાં મુખ્યમંત્રી ગાંધીનગર રહેશે અને વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ 33 જિલ્લા કચેરીઓ સાંકળવામાં આવશે, જ્યાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો કાર્યક્રમમાં જોડાવાના છે. આ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ સોશિયલ મીડિયા દ્વારા કરાશે. લાઈવ કાર્યક્રમ નિહાળતાં લોકો ઘરોમાં રહી યોગ કરી રહ્યા છે.

કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે બી વિથ યોગા, બી એટ હોમ સ્લોગન આપ્યું હોઈ, આ વર્ય્ચુઅસ ઉજવણી માટે સરળ યોગાસનો રખાયા છે.

આ પણ વાંચો : PM મોદીનું સંબોધન, કહ્યુ- યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેન્થ અને નેગેટિવિટીથી પોઝિટિવિટીનો બતાવે છે માર્ગ

મહત્વનું છે કે વડાપ્રધાન મોદીના પ્રયાસોથી જ યોગને આંતરાષ્ટ્રીય ફલક પર ખ્યાતિ મળી છે અને વિશ્વ ભરમાં આજે આંતરાશષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં સૌ કોઈએ યોગનું મહત્વ સમજ્યું છે. યોગ એ માનસિક તેમજ શારિરીક રીતે ખૂબ ઉપયોગી છે ત્યારે આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન મોદીને કહ્યું કે યોગ અને દરેક સમસ્યાનું સમાધાન છે સાથે જ કોરોનાકાળમાં યોગનું મહત્વ વધ્યું છે. યોગ ટ્રેસથી સ્ટ્રેંથ સુધી લઈ જાય છે. નેગેટિવિટીથી ક્રિએટિવીટી સુધી લઈ જાય છે અને યોગથી ઈચ્છાશક્તિ મજબુત થાય છે તેમ જણાવ્યુ હતું.

આ પણ વાંચો :23 વર્ષની માવ્યા સૂદન બની જમ્મુ-કાશ્મીરની પહેલી મહિલા ફાઇટર પાયલટ