Not Set/ જસદણ પેટા ચૂંટણીમાં અન્ય અને અપક્ષના ઉમેદવાર કરતા વધુ મત NOTA માં પડ્યા

અમદાવાદ: આજે જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. આ પરિણામ અંતર્ગત જસદણની બેઠક પરથી ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જીતી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. આ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય છ ઉમેદવારો મેદાનમાં હતા. પરંતુ આ છ ઉમેદવારને મળેલા વોટ કરતા વધુ […]

Top Stories Rajkot Gujarat Trending Politics
In the Jasdan by-election, more votes fell into the NOTA than others and independent candidates

અમદાવાદ: આજે જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. આ પરિણામ અંતર્ગત જસદણની બેઠક પરથી ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જીતી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. આ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય છ ઉમેદવારો મેદાનમાં હતા. પરંતુ આ છ ઉમેદવારને મળેલા વોટ કરતા વધુ મત NOTA માં પડ્યા હતા.

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયા ઉપરાંત અન્ય પક્ષ અને અપક્ષ મળીને અન્ય 6 ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને એક તરફ 70 હજાર કરતા વધુ મત મળ્યા હતા, તો તેની સામે બીજી તરફ અન્ય પક્ષ અને અપક્ષના ઉમેદવારને એક હજાર મત મળ્યા નથી તો એક ઉમેદવારને તો માત્ર 144 મત જ મળ્યા હતા.

રાજકોટ જિલ્લાની 72-જસદણ વિધાનસભા બેઠક પર કુલ 8 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 90262 મત મળતાં 19976 મતોથી વિજય બન્યા હતા. જયારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા. આ બંને સિવાયના અન્ય તમામ 6 ઉમેદવારોને ધારાધોરણ પ્રમાણે મત ન મળતાં ડિપોઝિટ જપ્ત લઇ લેવામાં આવી છે. જયારે મહત્વની બાબત એ છે કે, NOTA (નોટા)માં 2100 કરતા વધુ મતો મળ્યા છે.

જસદણની પેટા ચૂંટણીનો જંગ કુલ આઠ ઉમેદવારો વચ્ચે યોજાયો હતો. જેમાં એક ભાજપ અને બીજુ કોંગ્રેસ જયારે બાકીના 6 અન્ય અને અપક્ષ ઉમેદવાર હતા. જોકે, આ બંને સિવાયના 6 ઉમેદવારોને એક હજાર કરતા પણ ઓછા મત મળ્યા હતા. આથી ચૂંટણી પંચ દ્વારા તેમની ડિપોઝીટ પણ જપ્ત કરવામાં આવી છે.

જસદણ પેટા ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા તે અત્રે પ્રસ્તુત છે

ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 90262 મત

કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70283 મત

વીપીપી પાર્ટીના ઉમેદવાર ઘાપા ધમરશી રામજીને 755 મત

એનબીએનએમના ઉમેદવાર ડો દિનેશ શના પટેલને 213 મત

અપક્ષ માકડિયા ભરત જેશાને 993 મત

અપક્ષ ઉમેદવાર ચિત્રોડા નાથાલાલ પૂંજાભાઈને 144 મત

અપક્ષ ભેંસજાળિયા મુકેશ મોહનને 198 મત

અપક્ષ મધુ નિરુપા નટવરલાલને 331 મત

NOTA ને 2146 મત મળ્યા

જયારે સૌથી મહત્વની બાબત એ છે કે, જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2146 મત તો નોટામાં પડ્યા હતા. જો કે આ મતોની સીધી કે પરોક્ષ રીતે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારને અસર પડી શકી નથી.