ભીષણ આગ/ વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની

વાપી GIDCમાં આવેલી અનુપ પેન્ટ્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. કંપનીમાં સોલવન્ટ કેમિકલ હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 93 3 વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની

વાપી GIDCમાં આવેલી અનુપ પેન્ટ્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. કંપનીમાં સોલવન્ટ કેમિકલ હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. બનાવમાં એકને ઇજા પહોંચી હોવાની માહિતી છે. બનાવને પગલે 7 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.મળતી મહિતી અનુસાર, વાપી GIDCમાં આવેલી અનુપ પેઇન્ટસ કંપનીમાં ભીષણ આગ લાગી છે.

GIDCના ત્રીજા ફેઝમાં આવેલી કંપનીમાં આગ લાગી છે.  કંપનીમાં  સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે.  ત્યારે આ અંગેની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરુ કરી દીધો છે.

ફાયર બ્રિગેડની લગભગ સાત જેટલી ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આગ એટલી ભીષણ બની છે કે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આગની ઘટનામાં એક કામદારને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. આગ બુઝાયા બાદ આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ કરવામાં આવશે. હાલ આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં થઇ રહી છે.


whatsapp ad White Font big size 2 4 વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની


આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી

આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો