Not Set/ જો નિયમનો ભંગ કરતા સીસીટીવીમાં થયા કેદ તો લાઇસન્સ થશે રદ્દ, જાણો

અમદાવાદઃ જો તમે ટૂ વ્હેકીલનો ઉપયોગ કરો છો અને વારંવાર નિયમોનો ભંગ કરો છો તો તમારું લાયસન્સ થઇ શકે છે રદ્દ, નિયમ ભંગ કરનાર જો સીસીટીવીમાં કેદ થઇ જાય તો તેના ઘરે ઇ મેમે પહોંચી જાય છે. જો ત્રણથી વધુ વખત નિયમનો ભંગ કરશે તો લાઇસન્સ રદ્દ કરવાની નવા મોટર વ્હીકલ એક્ટમાં જોગવાઇ કવરામાં આવી […]

Gujarat

અમદાવાદઃ જો તમે ટૂ વ્હેકીલનો ઉપયોગ કરો છો અને વારંવાર નિયમોનો ભંગ કરો છો તો તમારું લાયસન્સ થઇ શકે છે રદ્દ, નિયમ ભંગ કરનાર જો સીસીટીવીમાં કેદ થઇ જાય તો તેના ઘરે ઇ મેમે પહોંચી જાય છે. જો ત્રણથી વધુ વખત નિયમનો ભંગ કરશે તો લાઇસન્સ રદ્દ કરવાની નવા મોટર વ્હીકલ એક્ટમાં જોગવાઇ કવરામાં આવી હોવાથી આમ થઇ શકે છે.

રાજ્ય સરકાર દ્વારા જૂન મહિનામાં મોટર વાહન અધિનિયમમાં સુધારો કરીને ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરા દંડ અને સજાની જોગવાઇ કરાયા બાદ માર્ગો પર સીસીટીવી કેમેરા ગોઠવીને વાહનચાલકોને ઇ-મેમો આપવાનું શરૂ કરાયું છે. કાયદાની જોગવાઇ પ્રમાણે ઉપરાછાપરી 3 વખત નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોનું લાઈસન્સ રદ કરવાનું રહે છે.

વાહન વ્યવહાર મંત્રીના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં 3 ઇ-મેમો મળ્યા હોય તેવા 160 વાહનચાલકોના લાઈસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. આવા વાહનચાલકોની યાદી પોલીસ દ્વારા આરટીઓને મોકલાય છે જેના આધારે આરટીઓ દ્વારા લાઈસન્સ સસ્પેન્ડ કરવાના આદેશો કરાય છે.  ત્રીજા ઇ-મેમો બાદ 160ના લાઈસન્સ સસ્પેન્ડ