Ahmedabad/ અમદાવાદની KD હોસ્પિટલમાં અભિનેતા શાહરૂખ ખાનને કરાયો દાખલ

IPL 2024ની મેચ માટે અમદાવાદ પહોંચેલા અભિનેતાને શહેરની KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Gujarat Ahmedabad
YouTube Thumbnail 2024 05 22T180752.792 અમદાવાદની KD હોસ્પિટલમાં અભિનેતા શાહરૂખ ખાનને કરાયો દાખલ

Ahmedabad News: બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનને લઈને સમાચાર સામે આવ્યા છે, IPL 2024ની મેચ માટે અમદાવાદ પહોંચેલા અભિનેતાને શહેરની KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બપોરે લૂ લાગી જતા હોસ્પિટલ ખેડાયો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી છે. શાહરૂખને KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોથ્વી દેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે IPLની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા આજે બપોરે KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી.હાલ તેમની તબિયત સારી છે. પરંતુ થોડા આરામની જરૂર હોવાથી તે આજે મુંબઈ ગયો નથી.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે શાહરૂખ ખાને ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો (પઠાણ, જવાન અને ડંકી ) બેક ટુ બેક આપી છે. હાલમાં, આ દિવસોમાં શાહરૂખ ખાન તેની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે વ્યસ્ત છે જે હવે ફાઈનલમાં જવાની તૈયારી કરી રહી છે. ફિલ્મની વાત કરીએ તો શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ છે, જેમાં શાહરૂખ ગ્રે શેડ ડોનના રોલમાં જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અભિનેત્રી યામી ગૌતમના ઘરે કિલકારીઓ ગૂંજી! બેબી બોયના નામનો આ છે અર્થ…

આ પણ વાંચો:ધર્મેન્દ્રને પાપારાઝી પર કેમ આવ્યો ગુસ્સો, મતદાન દરમ્યાન અભિનેતા સાથે એવું શું બન્યું

 આ પણ વાંચો:કોણ છે નેન્સી ત્યાગી? જેની કાન્સમાં સતત ચર્ચાઓ થઈ રહી છે…