વડોદરા/ દારૂ પીધા બાદ યુવકને આંખે દેખાતું બંધ, શું વધુ એક લઠ્ઠાકાંડ સર્જાશે ?

ચાપડ ગામે રહેતા 21 વર્ષીય ભૌતિક પરમાર નામના યુવકે પોતાના જ ગામમાંથી દેશી શરાબ ની એક બે નહીં પરંતુ ચાર ચાર પોટલી ગટગટાવી અને ત્યાર બાદ તેને આંખે દેખાતું બંધ થયું હતું

Top Stories Gujarat Vadodara
ચાપડ After drinking alcohol, the young man's visible dam, will there be another lashing incident? ચાપડ ચાપડ ગામે રહેતા 21 વર્ષીય ભૌતિક પર
  • દારૂ પીધા બાદ આંખે દેખાતું બંધ થવાનો મામલો
  • 21 વર્ષીય ભૌતિક પરમારને આંખે જોવાની તકલીફ
  • વડોદરા નજીક ચાપડ ગામનો યુવક
  • મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી યુવકના ઘરે
  • પોલીસને યુવકે આપ્યો જુદો જવાબ
  • સારવારની જરૂર ન હોવાનો આપ્યો જવાબ

વડોદરાના ચાપડ ગામે રહેતા 21 વર્ષીય ભૌતિકની દેશી દારૂ પીવાથી આંખોની જોવાની ક્ષમતા ઘટ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. બોટાદ લઠ્ઠાકાંડ બાદ રાજ્યનું ગૃહ વિભાગ તો સતર્ક થયું પરંતુ વડોદરા શહેર પોલીસ હજી ગૃહ વિભાગના આદેશને લઈને ગંભીર હોય તેમ નથી લાગી રહ્યું. જેનો જીવંત પુરાવો શહેર નજીક આવેલા ચાપડ ગામે સામે આવ્યો છે.

ઘટના અંગે વિસ્તાર થી વાત કરવામાં આવે તો ચાપડ ગામે રહેતા 21 વર્ષીય ભૌતિક પરમાર નામના યુવકે પોતાના જ ગામમાંથી દેશી શરાબ ની એક બે નહીં પરંતુ ચાર ચાર પોટલી ગટગટાવી અને ત્યાર બાદ જે થયું તેણે સૌ કોઈ ને દોડતા કરી દીધા.ભૌતિક પરમારે શરાબ પીધા બાદ અચાનક તેની તબિયત લથડી અને આખો ની રોશની ગુમાવી દીધી હતી.

જેથી તેને ગામના સરપંચ દ્વારા 108 મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો અને હાલ તેના ઘરેજ  સારવાર કરી રહ્યા છે. પરિવારના સભ્યોને સ્તબ્ધ કરી દીધા છે. ભૌતિકની માતાએ આંખમાં આંસુ સાથે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે દેશી દારૂના દુષણે સમાજને ખોખલું કરી નાંખ્યું છે. ભૌતિક સાથે બનેલી આ ઘટના સમાજ માટે સાવચેતીનો દાખલો છે. સમાજમાં એવા કેટલાય યુવાનો છે જે દેશી દારૂ ના રવાડે ચડી પોતાના પરિવાર ને વેર વિખેર કરી નાખ્યાં છે. ત્યારે તેમને શહેર પોલીસ ને દેશી દારૂ નું દૂષણ દૂર કરી ઠેરઠેર ચાલતી દેશી દારૂ ની હાટડીઓ બંધ કરાવવા અપીલ કરી હતી.

ભૌતિક સાથે બનેલી આ ઘટનાએ તેના ચાપડ ગામના  ડેપ્યુટી સરપંચ દ્વારા પણ પોલીસને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી.  પરંતુ પોલીસ અને બૂટલેગરોની સાઠગાંઠ સામે તેઓ પણ હાર માની ચૂક્યા છે. એક વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે ચાપડ ગામમાં દેશી દારૂના દુષણે અનેક ગરીબ પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે.

તો વળી કેટલાક યુવાનો દેશી દારૂ પીવાના કારણે મૃત્યુ પણ પામી ચૂક્યા છે.  ત્યારે હાલમાં ભૌતિક પરમાર સાથે બનેલી ઘટના બાદ પણ માંજલપુર પોલીસ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. મહત્વ નું છે કે ચાપડ ગામના ભૌતિક પરમાર સાથે બનેલી ઘટના એ ચાપડ ગામ સહિત મીડિયા ને દોડતું કરી દીધું છે. ત્યારે ઘટનાને કલાકો વીત્યા છતાં પણ માંજલપુર પોલીસ હાલ ઘાઢ નિંદ્રા માં છે. પોલીસ દ્વારા હજી પણ આ ઘટના ને ચોપડે ચઢાવવામાં નથી આવી. જે શહેર પોલીસ પોતાની ફરજ ને લઈને કેટલી ગંભીર છે એ સૂચવી જાય છે. શહેર પોલીસના બૂટલેગરો પરના ચાર હાથ યુવાઓ ને દેશી દારૂ ના દૂષણ ના કારણે અર્થી ના ચાર હાથ ના માર્ગે ધકેલી રહી હોય તેમ લાગી રહ્યું છે.

રાજકીય / ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપી, આગામી રણનીતિ પર ચર્ચા કરશે ભૂપેન્દ્ર યાદવ