Not Set/ ભરૂચ/ ફરી એક બાળા પીંખાઇ, ઝઘડિયા મુકામે 11 વર્ષીય બાળા સાથે દુષ્કર્મ

વડોદરા અને હૈદરાબાદમાં થયેલી દુષ્કર્મની સ્યાહી સુકાઈ  નથી ત્યાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં ૧૧ વર્ષીય બાળા પર આશરે 36 વર્ષોય શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ એક ગામમાં ગત  તારીખ 1. 12 .2019 ના રોજ 36 વર્ષીય ભગવત જગા વસાવા નામના શખ્સ […]

Gujarat Others
rape.jpg2 ભરૂચ/ ફરી એક બાળા પીંખાઇ, ઝઘડિયા મુકામે 11 વર્ષીય બાળા સાથે દુષ્કર્મ

વડોદરા અને હૈદરાબાદમાં થયેલી દુષ્કર્મની સ્યાહી સુકાઈ  નથી ત્યાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં ૧૧ વર્ષીય બાળા પર આશરે 36 વર્ષોય શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ એક ગામમાં ગત  તારીખ 1. 12 .2019 ના રોજ 36 વર્ષીય ભગવત જગા વસાવા નામના શખ્સ ના સંતાનો બકરા ચરાવવા  ગયા હતા.  ભગવત વસાવાના સંતાનો સાથે  તેના જ ગામની ૧૧ વર્ષીય બાળકી પણ બકરા ચરાવવા માટે ગઈ હતી.

દરમિયાન  બપોરના અરસામાં  ભગવત વસાવા જ્યાં તેના સંતાનો  સાથે ગામની અન્ય બાળા ગઈ હતી એને પટાવી ફોસલાવી શેરડીના ખેતરમાંથી શેરડી ભાંગી આપવા ના બહાને  શેરડીના ખેતરમાં લઈ ગયો હતો.  શેરડી ભાગી આપવાના બદલે નરાધમ ભગવત વસાવા એ  ૧૧ વર્ષીય બાળા સાથે જ દુષ્કર્મ આચર્યું હતું. સાથે સાથે નરાધમે  બાળકી  ને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અને ત્યાંથી  ફરાર થઈ ગયો હતો.

તેથી બાળા ખેતરથી ઘરે જઈ કોઈને પણ વાત કરી ન હતી પરંતુ  બાળાની માતાએ બાળાના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હોવાનું માલુમ પડ્યું હતું.  જેથી તેના પતિને આ બાબતની વાત કરતાં તેની માતાએ બાળાને પૂછતા તેણે આપણા ગામના ભગવત વસાવા શેરડી ભાંગી આપવાનું કહી ખેતરમાં લઇ જઇ કુકર્મ કર્યું હોવાનું જણાવ્યું હતું.

36 વર્ષીય  ભગવત જગા વસાવા  વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ ભગવત વસાવા ની ધરપકડ કરી પુછતાછ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.