Gujarat election 2022/ ‘પાણી’ હોય તે જ પાણીદાર શાસન આપી શકેઃ પુરુષોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર ચાબખા

Gujarat election 2022ને લઈને પ્રચાર (Campaign) અભિયાન વેગ પકડી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ સુરતની વરાછા વિધાનસભા બેઠક પરના ઉમેદવાર કુમાર કાનાણીના સમર્થનમાં યોજાયેલી સભામાં જણાવ્યું હતું કે જે શાસકોમાં ‘પાણી’ હોય તે જ પાણીદાર શાસન આપી શકે.

Top Stories Gujarat
purushottam 'પાણી' હોય તે જ પાણીદાર શાસન આપી શકેઃ પુરુષોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર ચાબખા

Gujarat election 2022ને લઈને પ્રચાર (Campaign) અભિયાન વેગ પકડી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ (Purushottam rupala) સુરતની વરાછા (Varachha) વિધાનસભા બેઠક પરના ઉમેદવાર કુમાર કાનાણીના (kumar kanani) સમર્થનમાં યોજાયેલી સભામાં જણાવ્યું હતું કે જે શાસકોમાં ‘પાણી’ હોય તે જ પાણીદાર શાસન આપી શકે. ગુજરાતમાં ભાજપનું (BJP) શાસન આવતા ભાજપે લોકોને ઘેર-ઘેર પાણી પૂરુ પાડવાની ઝુંબેશ ઉપાડી અને તેમા સફળતા પણ મેળવી.

ભાજપ સરકારના છેલ્લા 27 વર્ષના અવિરત પ્રયાસના લીધે આજે ગુજરાતના બધા શહેરોમાં તો ઘેર-ઘેર પાણી મળે જ છે, પણ તેની સાથે ગુજરાતના 80 ટકા ગામડામાં પણ નળથી પાણી પહોંચી ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે જે નર્મદા બંધ(Narmada dam) નો પાયો વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ  (Jawaharlan Nehru) નાખ્યો તે ડેમ કોંગ્રેસે પોતે જ રાજકારણમાં પડીને બનવા ન દીધો. આમ ગુજરાતને નપાણિયુ કરવા જતાં કોંગ્રેસ પાણીવિહીન થઈ ગઈ અને તેની આ જ માનસિકતાના લીધે કોંગ્રેસ આજે ફક્ત ગુજરાતમાં જ નહી પણ કેન્દ્ર સ્તરે અને દેશના મોટાભાગના હિસ્સામાં સત્તાનો વનવાસ ભોગવે છે.

તેનાથી વિપરીત ભાજપે ગુજરાતમાં સમગ્ર એશિયાનું (Asia) સૌથી મોટું પાણી પુરવઠા નેટવર્ક ઊભું કર્યુ છે. નર્મદાના પાણી છેક કચ્છ સુધી પહોંચ્યા છે. નેવના પાણી મોભે પહોંચાડવાની સિદ્ધિ ગુજરાતે મેળવી છે. કોંગ્રેસના શાસનમાં માતાઓ અને બહેનોએ પાણી માટે વલખા મારવા પડતા હતા, ટેન્કરોની રાહ જોવી પડતી હતી. ટેન્કરોના કાળાબજાર થતા હતા. ગુજરાતમાં હવે આ બધુ ભૂતકાળ બની ગયું છે. વિકાસની આ  ગતિ જાળવી રાખવા માટે જ આજે ભાજપ ગુજરાતમાં લોકો પાસેથી મત માંગે છે.  ભાજપને અપાતો મત તે ફક્ત પ્રજાને જ અપાતો મત નથી, પણ વિકાસને અપાતો મત નથી.

વિકાસની આ યાત્રાને જનસામાન્ય સુધી પહોંચાડીને ગુજરાતના સીએમ મોદી વડાપ્રધાન બની ગયા જ્યારે હંમેશા રાજ્યના વિકાસમાં રોડા નાખવાની નીતિના લીધે કોંગ્રેસ આજે સત્તા સ્થાને તો ઠીક પણ વિપક્ષનો દરજ્જો મેળવવા પણ સંઘર્ષ કરી રહી છે. સુરતની વરાછાની પ્રજા વિકાસની આ દોડમાં ગુજરાતને પાછળ પડવા નહી દે અને આ બેઠક જીતાડીને ગુજરાતનો વિકાસ બુલેટ ગતિએ કરવામાં મદદ મળશે.

આ પણ વાંચો

Gujarat Election 2022/ આજથી ગુજરાતમાં ભાજપની પ્રચાર ધુરા પીએમ મોદીના હાથમાંઃ વાપીમાં થશે દમદાર રોડ શો

Gujarat Election 2022/ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર જોડાતા સીએમ