Atal Setu/ ‘અટલ સેતુ’ મુંબઈની નવી લાઈફલાઈન, 2 કલાકની મુસાફરી 20 મિનિટમાં, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈમાં ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક અથવા અટલ સેતુનું ઉદ્ઘાટન કરશે. આ સાથે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો પ્રવાસ સમય લગભગ બે કલાકથી ઘટીને લગભગ 20 મિનિટ થઈ જશે.

Top Stories India Trending

Mumbai Trans Harbour Link: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ભારતના સૌથી લાંબા સમુદ્રી પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક અથવા અટલ સેતુનું ઉદ્ઘાટન કરશે. આ સાથે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો પ્રવાસ સમય લગભગ બે કલાકથી ઘટીને લગભગ 20 મિનિટ થઈ જશે. એટલે કે આ બ્રિજના ઉદ્ઘાટન બાદ હવે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ પહોંચવામાં માત્ર 20 મિનિટનો સમય લાગશે. શનિવારથી આ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. આ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવાથી દરેક વાહનને લગભગ 300 રૂપિયાના ઈંધણની બચત થશે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર આ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મિની બસ અને ટુ-એક્સલ બસ જેવા વાહનોની સ્પીડ લિમિટ 100 કિલોમીટર પ્રતિ કલાક હશે. તેમણે કહ્યું કે બ્રિજ પર ચડતી અને ઉતરતી વખતે વાહનોની ગતિ મર્યાદા 40 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રહેશે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, રૂ. 18,000 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે, જે મુંબઈમાં સેવરીથી શરૂ થાય છે અને રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકાના ન્હાવા શેવા ખાતે સમાપ્ત થાય છે.

રૂ. 20,000 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવેલી, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (Mumbai Trans Harbour Link) નવી મુંબઈમાં NH-4B પર મુંબઈમાં સિવરીને ચિર્લેથી જોડશે. આ બ્રિજના નિર્માણ સાથે, સેવરીથી ચિરલે સુધીનું સડક માર્ગનું અંતર 52 કિમીથી ઘટીને 21.8 કિમી થઈ જશે. આ સાથે, મુસાફરીનો સમય જે લગભગ બે કલાક છે તે ઘટીને માત્ર 20 મિનિટ થઈ જશે.

કયા વાહનોને એન્ટ્રી નહીં મળે તેને લાઇ ચર્ચા કરવામાં આવે તો. બઈ તરફ જતા મલ્ટી-એક્સલ ભારે વાહનો, ટ્રકો અને બસોને ઈસ્ટર્ન ફ્રીવેમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ વાહનોએ આગળની અવરજવર માટે મુંબઈ પોર્ટ-સિવારી એક્ઝિટ (એક્ઝિટ 1C) નો ઉપયોગ કરવો પડશે અને સ્ટેન્ડ નજીક MBPT રોડ લેવો પડશે. મોટરસાયકલ, મોપેડ, થ્રી-વ્હીલર્સ, ઓટો, ટ્રેક્ટર, પ્રાણીઓ દ્વારા દોરેલા વાહનો અને ધીમી ગતિએ ચાલતા વાહનો માટે કોઈ પ્રવેશ રહેશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે MTHL 6-લેન સી લિંક છે, જેનું વિસ્તરણ સમુદ્ર પર 16.50 કિલોમીટર અને જમીન પર 5.5 કિલોમીટર છે. તેના ઉદઘાટન પછી, મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 20 મિનિટમાં કવર કરવામાં આવશે, જે અત્યાર સુધી 2 કલાક લેતું હતું.

અટલ બ્રિજ પર દરરોજ 70,000 વાહનોની અવરજવર કરવાની ક્ષમતા છે. આનાથી મુસાફરો માટે મુસાફરીનું અંતર અને સમય તો ઘટશે જ, પરંતુ દરિયાઈ પુલથી આર્થિક વિકાસમાં પણ મદદ મળવાની આશા છે.

https://x.com/BJP4India/status/1744645729195630638?s=20

અટલ સેતુ ન્હાવા શેવા સી લિંક તરીકે અધિકૃત રીતે ઓળખાય છે, છ લેનનો દરિયાઈ પુલ આશરે 22 કિમી લાંબો છે, જેની લંબાઈ દરિયા પર 16.50 કિમી અને જમીન પર 5.50 કિમી છે.

Mumbai Trans Harbour Link Set To Be a Game-Changer: Here's All About the Project

ઓપન રોડ ટોલિંગ (ORT) ધરાવતો આ દેશનો પ્રથમ દરિયાઈ પુલ છે. આ અંતર્ગત પરંપરાગત ટોલ બૂથનો ઉપયોગ કર્યા વિના ટોલ વસૂલવામાં આવે છે. બૂથને બદલે, તેમાં ટોલ પ્લાઝા છે, જે પસાર થતા વાહનોને ઓળખી શકે છે અને ટોલ રકમના ઇલેક્ટ્રોનિક વસૂલાતમાં મદદ કરે છે. રાજ્ય સરકારે બ્રિજ પર વન-વે મુસાફરી માટે કાર દીઠ રૂ. 250 ટોલ ચાર્જ નક્કી કર્યો છે, જેમાં નિયમિત મુસાફરો અને પાસ ધારકોને રાહતનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

આ બ્રિજનું અટલ સેતુ નામ આપવામાં આવશે. મહારાષ્ટ્રના CMO દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી અટલ સેતુ તરીકે પણ ઓળખાતા MTHLનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ કરશે.

બ્રિજના ઉદઘાટનથી વ્યૂહાત્મક રીતે સ્થિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, ધમની મુંબઈ-પુણે એક્સપ્રેસવે, JNPT પોર્ટ અને મુંબઈ ગોવા હાઈવે વચ્ચેની કનેક્ટિવિટી સુધરશે. તે મુંબઈની વર્તમાન ઉત્તર-દક્ષિણથી પૂર્વ-પશ્ચિમની મુસાફરીની પેટર્નને બદલી નાખશે, જે ઘણી લાંબી મુસાફરી છે.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL) રોડ બ્રિજ મુંબઈને નવી મુંબઈ સાથે જોડે છે. તે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે. આ પુલ દક્ષિણ મુંબઈના સેવરીથી શરૂ થશે અને એલિફન્ટ આઇલેન્ડની ઉત્તરે થાણે ક્રીકને પાર કરશે અને ન્હાવા શેવા પાસેના ચિરલે ગામમાં સમાપ્ત થશે.

અટલ બ્રિજ પર ચાલતા વાહનો માટે જાહેર કરાયા નિયમો

મુંબઈ પોલીસે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પર ચાલતા વાહનો માટે નિયમો જાહેર કર્યા છે. જેમાં ફોર વ્હીલર માટે મહત્તમ સ્પીડ લિમિટ 100 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી હતી. આ વાહનોમાં કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મીની બસ અને ટુ-એક્સલ બસોનો સમાવેશ થાય છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે બ્રિજ પર ચડતી અને ઉતરતી વખતે તેમની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે બ્રિજ પરની ગતિ મર્યાદા “લોકોને જોખમ, અવરોધો અને અસુવિધા” અટકાવવા માટે છે.

Image

મુંબઈ તરફ જતા મલ્ટી-એક્સલ ભારે વાહનો, ટ્રકો અને બસોને ઈસ્ટર્ન ફ્રીવેમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તેના બદલે, તેઓએ મુંબઈ પોર્ટ-સેવાડી એક્ઝિટ (એક્ઝિટ 1C) અને ‘ગાડી અડ્ડા’ નજીકના MBPT રોડ પરથી પસાર થવું પડશે.