Not Set/ પડકારો બાદ પણ આપના ગુજરાત રાજ્યએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે : CM રુપાણી

અમદાવાદ, મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા શહેરના કર્ણાવતી ક્લબ ખાતે ગુજરાતનું ગૌરવ નામના ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. CM રુપાણી ઉપરાંત રાજ્ય સરકારમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, દિલીપ સંઘાણી, મંતવ્ય ન્યુઝના CMD જીગ્નેશભાઇ પટેલ સહિતના […]

Top Stories

અમદાવાદ,

મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા શહેરના કર્ણાવતી ક્લબ ખાતે ગુજરાતનું ગૌરવ નામના ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.

CM રુપાણી ઉપરાંત રાજ્ય સરકારમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, દિલીપ સંઘાણી, મંતવ્ય ન્યુઝના CMD જીગ્નેશભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાતનું ગૌરવ નામના કાર્યક્રમમાં રાજ્યનું નામ દેશ અને વિદેશમાં રોશન કરનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કિડની સ્પેશિયલિસ્ટ ડો. એચ એલ ત્રિવેદી, રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી તેમજ અમુલ ડેરીના ચેરમેન આર એસ સોઢી સહિતના ૧૭ મહાનુભાવોનું સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોતાના ક્ષેત્રોમાં નામના મેળવી રાજ્યનું નામ દેશ અને વિદેશમાં રોશન કર્યું છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે એવા મહાનુભાવોનું સન્માન કરવાનો હતો.

જો કે આ પ્રસંગે કાર્યક્રમમાં પોતાનું સંબોધન આપતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવા બદલ મંતવ્ય ફાઉન્ડેશનને શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે તેઓએ જણાવતા કહ્યું, “ગુજરાતના ૫૮માં સ્થાપના દિવસના એક દિવસ પહેલા મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા જે ૧૭ મહાનુભાવોનું સન્માન કારવામાં આવ્યું છે તેઓને હું શુભકામનાઓ પાઠવું છું”.

ગુજરાતના મહારાષ્ટ્ર રાજ્યમાંથી છુટા પડવા અંગે તેઓએ જણાવ્યું, “૧૯૬૦માં જયારે આપનું ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રમાંથી છુટું પડ્યું હતું, ત્યારે ગુજરાતની લોકો ચિંતા કરતા હતા કે, આ સમયે ગુજરાત પાસે નથી કોઈ ધંધા-રોજગાર, પાણીનો દુષ્કાળ, દરિયાઈ પટ્ટો, કચ્છનું રણ, આ અરસામાં આ રાજ્ય કેવી રીતે પ્રગતિ કરશે”.

“પરંતુ આ પડકારો બાદ પણ આપના ગુજરાત રાજ્યએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. ૫૮ વર્ષના ઈતિહાસમાં ગુજરાતે સાચી દિશામાં પ્રગતિ કરી છે”.

“આપના રાજ્યમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય કે, અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ. મોરારજી દેસાઈ હોય કે નરેન્દ્ર મોદી હોય. આ ગુજરાતના પનોતા પુત્રોએ ગુજરાતની ધરાને એક શિખર પર પહોચાડી છે. આ ઉપરાંત કેટલાક અસંગઠિત ક્ષેત્રોમાં પણ આપના રાજ્યને વિકાસ કર્યો છે. આ ક્ષેત્રોમાં ધીરુભાઈ અંબાણી કે તાતા સમૂહના પારસીઓ હોય, ગુજરાતના લોકોએ દેશને એક સાચી દિશામાં લીડરશીપ આપી છે”.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, ” ગુજરાતે તમામ ક્ષેત્ત્રોમાં પ્રગતિ સાધી છે, જેમાં અમુલ ડેરી પણ એક બ્રાંડ બનીને ઉપજી છે. નરેન્દ્ર ભાઈ જયારે મુખ્યમંત્રી અને હાલમાં પ્રધાનમંત્રી છે ત્યારે ગુજરાતની ગણના દેશ-વિદેશમાં જોવા મળી રહી છે”.

“આ પહેલા દુનિયાના દેશોના પ્રધાનમંત્રીઓ રાજધાની દિલ્લીથી જ પાછા ફરતા હતા પરંતુ હાલના સમયમાં તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં જાપાનના વડાપ્રધાન હોય કે ચીન તેમજ ઇઝરાયેલના પ્રધાનમંત્રી હોય”.

રાજ્યના વિકાસ અંગે જણાવતા તેઓએ કહ્યું, “આજે ગુજરાત રાજ્ય મગફળી, તેલીબિયા જેવા પાકોઉ તેમજ મિલ્કના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે તેમજ જયારે ભારત એક ખેતીપ્રધાન દેશ છે ત્યારે કૃષિ ક્ષેત્રનું દેશના GDPમાં યોગદાન ૪ % છે, તે હવે વધારીને ૮ % કરવામાં આવ્યું છે”.

“આ ઉપરાંત દેશભરમાં યુવાનોને રોજગારી આપવામાં આપવામાં પણ ગુજરાત રાજ્ય પહેલું સ્થાન ધરાવે છે તેમજ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)માં પણ શીર્ષ સ્થાન હાંસલ કર્યું છે”.