Gujarat News: ગુજરાતમાં ચાંદીપુરાના કેસો વાયુવેગે આગળ વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શનિવારે શંકાસ્પદ વધુ 13 કેસો નોંધાયા હતા, જ્યારે 7 બાળકોના મોત થયા હતા. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાના 73 કેસો નોંધાયા છે.
11 વર્ષની બાળકીને તાવ આવ્યા બાદ ઊલટી અને બે-ત્રણ વાર ખેંચ આવતા ICUમાં દાખલ કરાઈ છે. રાજકોટમાં વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 73 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 27 થયો છે. હાલ 41 દર્દીઓ દાખલ છે, જ્યારે 3 દર્દીને રજા આપી દેવામાં આવી છે. ગતરોત વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરા વાઈરસથી 4 વર્ષના બાળકનું મોત થયું છે.
ખેડાનાં મહેમદાવાદમાં ચાંદીપુરાથી મોત થયું છે. બાર મુવાડાના પથાવતમાં ચાંદીપુરાનો કેસ નોંધાયો છે. સારવાર દરમિયાન 4 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. બાદમાં તાવનાં લક્ષણો દેખાતા અમદાવાદ સિવિલ ખસેડાયો હતો. અમદાવાદ સિવિલ ખાતે બાળકનું મોત નીપજ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 69 લોકોના સેમ્પલ લેવાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો છે.
સાબરકાંઠામાં 8, અમદાવાદ, અરવલ્લી, મહેસાણામાં 4, મહીસાગર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં 2, ગાંધીનગર ગ્રામ્ય, ખેડામાં 5, પંચમહાલમાં 11, વડોદરા શહેર અને ગ્રામ્ય, નર્મદા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, રાજકોટ શહેર, કચ્છમાં 1 કેસ નોંધાયો છે. શંકાસ્પદ દર્દીઓના કેસોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ મુજબ વાયરલ કેસોના 41 દર્દીઓ દાખલ છે. 3 દર્દીને રજા અપાઈ છે. આરોગ્ય વિભાગની ટીમ ઘરે જઈને સર્વેલેન્સની કામગીરી હાથ ધરી છે.
શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા, આ રીપોર્ટના પરિણામ પણ આવવાનું શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી ચાંદીપુરાથી 27 મોત થયા છે. જેમાં પંચમહાલમાંથી સૌથી વધુ 4, અમદાવાદ શહેર, અરવલ્લી, મોરબીમાંથી ત્રણ સાબરકાંઠા, રાજકોટ, દાહોદમાંથી બે જ્યારે મહિસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર શહેર, વડોદરા ગ્રામ્ય, દેવભૂમી દ્વારકામાંથી એક એક બાળકોના મોત નીપજ્યા છે.
છેલ્લા 4 દિવસમાં ચાંદીપુરાના કેસ
| તારીખ | કેસ | મૃત્યુ |
| 17 જુલાઈ | 26 | 14 |
| 18 જુલાઈ | 30 | 15 |
| 19 જુલાઈ | 58 | 20 |
| 20 જુલાઈ | 71 | 27 |
ચાંદીપુરા: કયા જિલ્લામાંથી કેટલા કેસ કન્ફર્મ
| જિલ્લો | કેસ | મૃત્યુ |
| સાબરકાંઠા | 8 | 2 |
| અરવલ્લી | 4 | 3 |
| મહીસાગર | 2 | 1 |
| ખેડા | 5 | 0 |
| મહેસાણા | 4 | 2 |
| રાજકોટ | 2 | 2 |
| સુરેન્દ્રનગર | 2 | 1 |
| અમદાવાદ | 4 | 3 |
| ગાંધીનગર | 5 | 1 |
| પંચમહાલ | 11 | 4 |
| જામનગર | 5 | 0 |
| મોરબી | 4 | 3 |
| ગાંધીનગર | 2 | 1 |
| છોટાઉદેપુર | 2 | 0 |
| દાહોદ | 2 | 2 |
| વડોદરા | 1 | 1 |
| નર્મદા | 1 | 0 |
| બનાસકાંઠા | 2 | 0 |
| વડોદરા | 1 | 0 |
| ભાવનગર | 1 | 0 |
| દેવભૂમિ દ્વારકા | 1 | 1 |
| રાજકોટ કોર્પોરેશન | 1 | 0 |
| કચ્છ | 1 | 0 |
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્ય મંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી.
શું છે આ રોગના મુખ્ય લક્ષણો અને કેવી રીતે થાય છે
જે વેકટર –અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.
શું આ રોગ ચેપી છે?
વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. રાજ્યના નાગરિકોને આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જોઈએ અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે
