ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. વરસાદને કારણે બુધવારે વહેલી તકે રમત પૂર્ણ કરી દેવામાં આવી હતી. પ્રથમ દિવસે 60 ઓવરની મેચ થઇ શકી હતી. તેથી આજે મેચ વધુ સમય સુધીની કરી દેવામાં આવી છે. કોઈ ટેસ્ટ મેચમાં ઓછામાં ઓછી 90 ઓવરની મેચ હોવી જોઇએ, પરંતુ પહેલા દિવસે રમતમાં વરસાદ અવરોધક બન્યો હતો, તેથી આજે આઠ ઓવર વધુની મેચ એટલે કે 98 ઓવરની મેચ કરવામાં આવી છે.
બીજા દિવસનો ખેલ શરૂ થઇ ગયો છે, ભારતે 202/0 થી આગળ રમવાનું શરૂ કર્યું છે, ભારત તરફથી શાનદાર બેટિંગ કરતા રોહિત શર્મા આઉટ થઇ ગયો છે. જો કે મયંક અગ્રવાલ ક્રિઝ પર છે. તે પોતાની ઇનિંગ્સને આગળ વધારી રહ્યો છે.
ભારતની પહેલી વિકેટ રોહિત શર્માનાં રૂપમાં પડી છે. રોહિત 176 રને આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 317 પર 1 વિકેટ પર પહોચ્યો છે.
1st Test. 81.6: WICKET! R Sharma (176) is out, st Quinton de Kock b Keshav Maharaj, 317/1 https://t.co/67i9pBAKIR #IndvSA @Paytm
— BCCI (@BCCI) October 3, 2019
Hitman's innings comes to an end. He departs after a brilliant knock of 176 👏👏@Paytm #INDvSA pic.twitter.com/jGasM8S9ET
— BCCI (@BCCI) October 3, 2019
રોહિત શર્મા સદી
ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં ઓપનિંગ કરી હતી, જ્યાં રોહિતે શાનદાર ઇનિંગ રમતા સદી ફટકારી હતી. રોહિત શર્માની આ શરૂઆતની સદીની ઇનિંગ બાદ ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી હતી. ટીમ ઈન્ડિયા લાંબા સમયથી ઓપનરની શોધમાં હતી, જે ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરી શકે. જેની શોધ હવે પૂર્ણ થઇ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. જોકે રોહિત મર્યાદિત ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો સફળ અને અનુભવી ઓપનર છે પરંતુ હવે તે ટેસ્ટમાં પણ પોતાની ઓપનિંગ ઇનિંગ રમી શકે છે. રોહિતની ઇનિંગની ચારે દિશામાં ચર્ચા થઇ રહી છે અને આ ઇનિંગ બાદ ઘણા ખેલાડીઓની કારકિર્દી સંકટમાં આવી શકે છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
