Gujarat election 2022/ આજથી ગુજરાતમાં ભાજપની પ્રચાર ધુરા પીએમ મોદીના હાથમાંઃ વાપીમાં થશે દમદાર રોડ શો

Gujarat election 2022ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં ભાજપના પ્રચાર અભિયાનની ધુરા સંભાળશે. તેઓ સાંજે છ વાગે દમણ પહોંચ્યા બાદ ત્યાંથી વાપીમાં દમદાર રોડ શો કરશે.

Top Stories Gujarat
Modi roadshow આજથી ગુજરાતમાં ભાજપની પ્રચાર ધુરા પીએમ મોદીના હાથમાંઃ વાપીમાં થશે દમદાર રોડ શો

Gujarat election 2022ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં ભાજપના પ્રચાર અભિયાનની ધુરા સંભાળશે. તેઓ સાંજે છ વાગે દમણ પહોંચ્યા બાદ ત્યાંથી વાપીમાં દમદાર રોડ શો કરશે. વડાપ્રધાનનો રોડ શો હોય પછી બીજું પૂછવું જ શું, બાકીના રોડ શો સ્વાભાવિક રીતે તેની આગળ ઝાંખા પડી જવાના.

વાપીમાં રોડ શોમાં જનમેદનીનું અભિવાદન ઝીલ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના જૂજવા ગામે જંગી સભાને સંબોધશે. આ સભામાં 50 હજારથી વધુ લોકોને બેસવાની વ્યવસ્થા છે. વડાપ્રધાન મોદીના આગમનની તૈયારીને લઈને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સલામતી બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાનનો રોડ શો ભાજપ માટે સત્તા પર પુનરાગમનનો માર્ગ છે તો ગુજરાતની પ્રજા માટે તે સંદેશ છે કે ગુજરાતનું હિત હજી પણ વડાપ્રધાનના હૈયે છે. તે ભલે દિલ્હીમાં હોય, પરંતુ તેમના હૈયે ગુજરાતનું હિત સદાકાળ વસેલું છે. વડાપ્રધાનનો રોડ શો હંમેશા પ્રજાને આ અહેસાસ કરાવતો આવ્યો છે.

આ પહેલા 2017માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારે એકલા હાથે ભાજપ સામેની સત્તાવિરોધી લહેરને મ્હાત આપીને ભાજપે ગુજરાતમાં ફરીથી સત્તારુઢ કર્યો હતો. આ વખતે ગયા વખતની તુલનામાં તો શાંતિ છે, પરંતુ મોદી હંમેશા અંડરકરંટ સમજે છે, તેથી ગયા વખતની જેમ આ વખત પણ કોઈપણ કારી છોડવા માંગતા નથી.

આ પણ વાંચો

Gujarat Election 2022/ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર જોડાતા સીએમ

Scam/મધ્યપ્રદેશમાં કાગળ પર લોકોને મૃત્યુ પામેલા દર્શાવી 11 કરોડનો ગોટાળો કરતો ક્લાર્ક