Not Set/ દારૂબંધી માત્ર કાગળ પર, હળવદ હાઇવે નજીકની હોટલમાં બંધ બારણે વેચાતો હતો દારૂ

રાજ્યમાં દારૂબંધી અમલમાં છે અને તેનું અમલ કેવી રીતે થઇ રહ્યું છે જો તે અંગેની માહિતી મેળવવી હોય તો રોજબરોજના ન્યુઝ પેપરમાં છપાતા બનાવો વાચવા પડે. રાજ્યમાં દરરોજ દારૂ સાથે આરોપીઓ પકડાય રહ્યા છે. ગુજરાતની આસપાસના રાજ્યોમાંથી દેશી થતાં વિદેશી દારૂનો જથ્થો બંધ બારણે ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. બૂટલેગરો માટે ગુજરાતમાં દારૂ વેચવું અને તેનો […]

Gujarat
daru liquor

રાજ્યમાં દારૂબંધી અમલમાં છે અને તેનું અમલ કેવી રીતે થઇ રહ્યું છે જો તે અંગેની માહિતી મેળવવી હોય તો રોજબરોજના ન્યુઝ પેપરમાં છપાતા બનાવો વાચવા પડે. રાજ્યમાં દરરોજ દારૂ સાથે આરોપીઓ પકડાય રહ્યા છે. ગુજરાતની આસપાસના રાજ્યોમાંથી દેશી થતાં વિદેશી દારૂનો જથ્થો બંધ બારણે ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. બૂટલેગરો માટે ગુજરાતમાં દારૂ વેચવું અને તેનો જથ્થો સંગ્રહ કરવો જાણે ખુબજ સરળ હોય તેમ તેઓ કાયદાની બીક રાખ્યા વિના તે કામને અંજામ આપી રહ્યા છે અને આ બધાની વચ્ચે પોલીસની કામગીરી પણ કેવી છે તે લોકોને સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

 

હળવદમાં હોટલની પાછળ છુપાવેલ વિદેશી દારૂ રમ અને વ્હીસ્કીની બોટલો ઝડપાઇ છે. હોટલ સંચાલકે આ દારૂ વેચાણ કરવાના ઇરાદે રાખ્યો હોવાથી તેની અટકાયત કરવામાં આવી છે.

હળવદ-ધ્રાંગધ્રા રોડ પર સુખપર ગામ નજીક શ્રી રામદેવ હોટલની પાછળ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ રમની 42 બોટલો (કિ.રૂ. 4200) તથા વ્હીસ્કીની 8 બોટલો (કિ.રૂ. 3200) મળી કુલ રૂ. 7200નો જથ્થો હોટલ સંચાલક દેવારામ કીલારામ ચૌધરી (ઉ.વ. 30)એ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસે વિદેશી દારૂ જપ્ત કરી આરોપી દેવારામની અટકાયત કરી છે. તેમજ તેની સામે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.