Not Set/ એક એવા બીઝનેસમેન જેણે 18 કંપનીઓને સ્ટાર્ટ કરવામાં મદદ કરી,હજુ પણ આ ભગીરથ ટાસ્ક ચાલુ છે…

અમદાવાદ, ગુજરાતના એક એવા સફળ બીઝનેસમેન સુહાસ પટેલ જે જર્મનીમાં TIE કંપનીના પ્રેસિડેન્ટ છે, જેમને ગુજરાત સહીત વિદેશમાં પણ પોતાના બીઝનેસને સફળતા પૂર્વક આગળ વધાર્યો છે. સુહાસ પટેલ જે 18 સ્ટાર્ટઅપ કંપનીઓને આગળ વધવામાં મદદ કરી છે. સુહાસ પટેલે જર્મનીમાં પણ પોતાની કેટલીક કંપનીઓની સ્થાપના કરી છે. સુહાસ પટેલે જર્મનીમાં ગુજરાત સમાજની પણ તેમણે સ્થાપના […]

Ahmedabad Gujarat Business
mantavya 293 એક એવા બીઝનેસમેન જેણે 18 કંપનીઓને સ્ટાર્ટ કરવામાં મદદ કરી,હજુ પણ આ ભગીરથ ટાસ્ક ચાલુ છે...

અમદાવાદ,

ગુજરાતના એક એવા સફળ બીઝનેસમેન સુહાસ પટેલ જે જર્મનીમાં TIE કંપનીના પ્રેસિડેન્ટ છે, જેમને ગુજરાત સહીત વિદેશમાં પણ પોતાના બીઝનેસને સફળતા પૂર્વક આગળ વધાર્યો છે. સુહાસ પટેલ જે 18 સ્ટાર્ટઅપ કંપનીઓને આગળ વધવામાં મદદ કરી છે. સુહાસ પટેલે જર્મનીમાં પણ પોતાની કેટલીક કંપનીઓની સ્થાપના કરી છે. સુહાસ પટેલે જર્મનીમાં ગુજરાત સમાજની પણ તેમણે સ્થાપના કરી છે.

સુહાસ પટેલ કોઇને કંપની ખોલવી હોય તો તેને મદદ કરે છે. તેમણે 2005થી 2018 સુંધીમાં એટલે કે 14 વર્ષમાં તેમણે 18 કંપનીઓને શરૂઆત કરવામાં મદદ કરી છે.મીન્સ,દર વર્ષે એવરેજ એક કંપનીને શરૂઆત કરવામાં તેઓ હેલ્પ કરી રહ્યાં છે. તેમનો એક કોન્સેપ્ટ છે બીઝનેસ આગળ વધારવાનો અને મદદ કરવાનો.

સુહાસ પટેલનું કહેવું છે કે, એક સફળ બીઝનેસમેન બનવું હોય તો બેકઅપ ખુબ જ જરૂરી છે. તેમનું કહેવું છે કે એવું જરૂરી નથી હોતું કે દરેક બીઝનેસ સફળ બને છે ક્યારેક બીઝનેસની પાછળ એક અસફળતા પણ જોવા મળતી હોય છે અને કોઈ પણ બીઝનેસને સફળ થવા માટે એક હજાર દિવસનો સમય માંગે છે અને એ સમય તમારે આપવો પડે છે ક્યારેક એ સમય ખુબ જ સારો પણ હોઈ શકે અથવા ખરાબ પણ હોઈ શકે. જો તમે એ સમય બીઝનેસને નથી આપતા તો એ બિઝનેસ અસફળ રહે છે.

ગુજરાતના લોકોને જોડવા માટે સુહાસ પટેલે એક અનોખું પગલું ભર્યું જેમાં તેમના 5 મિત્રો સાથે મળીને સુહાસ પટેલે 2011માં ગુજરાત સમાજની સ્થાપના જર્મનીમાં કરી, તેમનું કહેવું છે કે ગુજરાત સમાજની સ્થાપનાનો ઉદ્દેશ બસ એટલો જ છે કે છે અહી રહેતા લોકો આપણી સંસ્ક્રુતિ, ભાષા સાથે જોડાયેલા રહે.

સુહાસ પટેલે પોતાની કંપની શરૂઆત 2005થી 2012 જેટલી પણ કંપનીઓ શરુ કરી તે બધી જ કંપનીઓ તેમણે ભારતમાં જ શરુ કરી છે. સુહાસ પટેલે વિદેશમાં બીઝનેસની શરૂઆત 2013 થી શરુ કર્યો હતો તે પછી મોટા ભાગના બિઝનેસ જર્મનીમાં શરુ કર્યા છે.