Not Set/ આ દેશમાં જાહેરમાં ઊંઘશો તો મળશે કાનૂની સજા,વાંચો કેમ

ઊંઘ એ કોઈ પણ માણસનો સમાન્ય અધિકાર છે. ઊંઘને લઈને અત્યાર સુધી કોઈ નિયમ નથી આવ્યો પરંતુ હાલમાં જ જાહેરમાં ઊંઘવા પર નવો નિયમ લાદવામાં આવ્યો છે. હંગેરીમાં જો કોઈ બેઘર વ્યક્તિ જાહેર સ્થળ પર ઊંઘતો જણાશે તો કાયદેસર તેની સામે ગુનો નોંધાશે અને નિયમ મુજબ તેને સજા મળશે. આ નિયમ ઓર્બન સરકારે જાહેર કર્યો […]

World Trending
bigstock 224876569 આ દેશમાં જાહેરમાં ઊંઘશો તો મળશે કાનૂની સજા,વાંચો કેમ

ઊંઘ એ કોઈ પણ માણસનો સમાન્ય અધિકાર છે. ઊંઘને લઈને અત્યાર સુધી કોઈ નિયમ નથી આવ્યો પરંતુ હાલમાં જ જાહેરમાં ઊંઘવા પર નવો નિયમ લાદવામાં આવ્યો છે.

હંગેરીમાં જો કોઈ બેઘર વ્યક્તિ જાહેર સ્થળ પર ઊંઘતો જણાશે તો કાયદેસર તેની સામે ગુનો નોંધાશે અને નિયમ મુજબ તેને સજા મળશે.

આ નિયમ ઓર્બન સરકારે જાહેર કર્યો છે.આ અજીબોગરીબ નિયમ સોમવારથી અમલમાં મુકવામાં આવ્યો છે.

સરકારે આ નિયમમાં બેઘર લોકોનું હિત્ચે તેમ જણાવ્યું છે તેમણે કહ્યું છે કે આ નિયમના લીધે બેઘર લોકો રસ્તા પર નહિ સુવે અને સામાન્ય નાગરિકો જાહેર સ્થળનો ઉપયોગ વધારે કરશે.

જો કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ નિયમનો વિરોધ કરવામાં આવ્યો હતો.હંગેરીયન સરકારના આ નિર્ણયથી માનવ અધિકાર સંસ્થાઓ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રએ તેને ‘ક્રૂર’ કેહતા લોકોના હકોનું ઉલ્લંઘન કર્યું છે.