અમેરિકામાં શૂટઆઉટ/ અમેરિકામાં ઘરમાં ઘૂસીને ગોળીબાર, ત્રણ લોકોના મોતથી માતમ, શૂટર પણ ઠાર

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જેના કારણે અમેરિકન લોકોની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. તાજેતરના કિસ્સામાં, શંકાસ્પદ લોકોએ અમેરિકાના ફ્લોરિડામાં એક ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો.

World
US shootout 1 અમેરિકામાં ઘરમાં ઘૂસીને ગોળીબાર, ત્રણ લોકોના મોતથી માતમ, શૂટર પણ ઠાર

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જેના કારણે અમેરિકન લોકોની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. US shoot out તાજેતરના કિસ્સામાં, શંકાસ્પદ લોકોએ અમેરિકાના ફ્લોરિડામાં એક ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો. જેમાં 1 બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. જોકે, ફ્લોરિડા પોલીસનો દાવો છે કે જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કરનાર શકમંદ પણ માર્યો ગયો હતો. US shoot out આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

અટકતું નથી ફાયરિંગ

આ પહેલીવાર નથી કે જ્યારે અમેરિકામાં ગોળીબારની ઘટના સામે આવી હોય. US shoot out આ પહેલા પણ તાજેતરમાં અનેક પબ, બાર અને ઘરોમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. ફ્લોરિડાના એક ઘરની અંદર એક શંકાસ્પદ વ્યક્તિએ લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં પોલીસના જણાવ્યા અનુસાર એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે રવિવારની વહેલી સવારે જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદ પણ માર્યો ગયો હતો. તેણે જણાવ્યું કે ઘરેલુ હિંસાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારે જ તેને ઘરની અંદરથી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. US shoot out ઓર્લાન્ડો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિ બહાર નીકળે તે પહેલા અધિકારીઓએ ઘરની અંદરથી ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો અને લગભગ 2:25 વાગ્યે તેણે (શંકાસ્પદ વ્યક્તિ) અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો.

ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું હતું

ઓર્લાન્ડો પોલીસે જણાવ્યું હતું કે અધિકારીઓને ઘરની અંદર એક બાળક સહિત ત્રણ ઘાયલ લોકો મળ્યા હતા, જેમને અધિકારીઓ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણેયના મોત થયા હતા. US shoot out પોલીસે જણાવ્યું કે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ શંકાસ્પદનું પણ મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે ફાયરિંગમાં કોઈ પોલીસ અધિકારીને ઈજા થઈ નથી. શંકાસ્પદ, પીડિતો અને અધિકારીઓની ઓળખ તરત જ જાહેર કરવામાં આવી ન હતી.

આ પણ વાંચોઃ રિન્કુ સામે ગુજરાત બન્યું પિન્કુ/ અંતિમ ઓવરમાં સળંગ પાંચ છગ્ગા ફટકારી ગુજરાત સામે કેકેઆરને જીત અપાવતો રિંકુ

આ પણ વાંચોઃ ગીર સોમનાથ/ હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ

આ પણ વાંચોઃ શિંદે-ઉદ્ધવ/ અયોધ્યામાં શિંદેના ઉદ્ધવ પર પ્રહારઃ પિતાને આપેલું વચન ન નીભાવ્યું