World/ સમૃદ્ધ દેશોએ બુસ્ટર ડોઝ આપવાનું કર્યુ છે શરૂ તો આજે પણ અનેક લોકો પ્રથમ ડોઝથી પણ વાંછિત : WHO

ગરીબ દેશોને વધારે ડોઝ મળવા જોઇએ.  કારણ કે અનેક ગરીબ દેશોમાં પ્રાયમરી ડોઝ પણ નથી અપાયા. અને વૈશ્વિક સ્તર પર છ ગણા વધારે બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.

World
બુસ્ટર ડોઝ દેશોએ બુસ્ટર ડોઝ આપવાનું કર્યુ છે શરૂ તો આજે પણ અનેક લોકો પ્રથમ

અમેરિકા, કેનેડા સહિતના સમૃદ્ધ દેશો તેમના નાગરિકોને કોરોનાની રસીના બન્ને ડોઝ તો આપી જ ચૂકયા છે.  પરંતુ હવે તેઓ બુસ્ટર ડોઝ પણ આપી રહ્યા છે.  જેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આકરી ટીકા કરી છે. WHOએ કહ્યુ છે કે એક તરફ જ્યા હજુ ગરીબ દેશો પ્રાયમરી ડોઝથી પણ વંચિત છે.  ત્યાં બીજી સમૃદ્ધ દેશોનું બુસ્ટર ડોઝ આપવું એક મુર્ખામી છે.

બુસ્ટર ડોઝ  દેશોએ બુસ્ટર ડોઝ આપવાનું કર્યુ છે શરૂ તો આજે પણ અનેક લોકો પ્રથમ

  • બૂસ્ટર ડોઝને લઇને WHOની કડક ટિપ્પણી
  • સૌથી પહેલા ગરીબ દેશોને પહેલો ડોઝ મળે
  • હજુ અનેક લોકો પ્રાયમરી ડોઝથી વંચિત છે
  • આ એક મોટી મુર્ખામી છે, તે અટકવી જોઇએ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાના બુસ્ટર ડોઝને લઇને મોટી નિવેદન આપ્યું છે. ભારત સહિત અનેક દેશોમાં કોરોના વેક્સિનના બે ડોઝ લગાવી દીધા બાદ બુસ્ટર ડોઝ લગાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.  સંગઠનનું કહેવું છે કે આ એક ગોટાળો છે. જેને બંધ કરવો જોઇએ. આ વર્ષે ઓગસ્ટમાં બુસ્ટર ડોઝને લઇને સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રિયિયસે વૈશ્વિક મોનોટોરિયમ બોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બેઠક આ વર્ષના અંત સુધી ટાળી દેવામાં આવી છે.  આ દરમ્યાન જર્મની, ઇઝરાયેલ, કેનેડા અને અમેરિકાએ કોઇપણ પ્રકારની ચર્ચા કર્યા વગર બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરી દીધું.

બુસ્ટર ડોઝ  દેશોએ બુસ્ટર ડોઝ આપવાનું કર્યુ છે શરૂ તો આજે પણ અનેક લોકો પ્રથમ

સંગઠન પ્રમુખનું કહેવું છે કે આ બિલકુલ તર્કહીન છે, કે સ્વસ્થ, વ્યસ્કો અને વેક્સિનેટેડ બાળકોને આ બુસ્ટર ડોઝ આપવામાં આવે.  અને બીજી તરફ ઉંમરલાયક લોકો, સ્વાસ્થ્ય કર્મીઓ અને હાઇરિસ્કમાં આવનારા લોકો હજુ પણ પહેલો ડોઝ મળવાની રાહ જોઇ રહ્યા છે.

સમૃદ્ધ દેશોમાં રસીકરણ ઝડપથી થઇ રહ્યું છે. ડબલ્યુ એચ ઓ દ્વારા વારંવાર કહેવા છતા જાણી જોઇને વધારાનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.  હકીકતમાં ગરીબ દેશોને વધારે ડોઝ મળવા જોઇએ.  કારણ કે અનેક ગરીબ દેશોમાં પ્રાયમરી ડોઝ પણ નથી અપાયા. અને વૈશ્વિક સ્તર પર છ ગણા વધારે બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.  ડબલ્યુ એચઓનું કહેવું છે કે આ એક મોટો ગોટાળો છે.  જે હવે અટકવો જોઇએ.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ એક બ્રિટીશ રીસર્ચમાં સામે આવ્યું છે કે રસી લેનારા વ્યક્તિની સરખામણીએ રસી ન લેનારા વ્યક્તિને કોરનાથી મૃત્યુનું જોખમ 32 ગણુ વધારે હોય છે.

મોંઘવારી નથી ઘટી ! / ઇંધણના ભાવમાં ભલે ઘટાડો થયો, પરંતુ મોંઘવારીમાં ઘટાડો નથી થયો

રાજકોટ / સફેદ વાઘની વસ્તી વધારવા માટે અહીં શરૂ કરવામાં આવશે બ્રિડિંગ સેન્ટર

Gujarat / રાજ્યના ૩ મહાનગરોના વિકાસ માટે ૬૦૭ કરોડના વિવિધ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ