watch video/ અમેરિકામાં ‘ઇડાલિયા’થી 1000થી વધુ ફ્લાઈટ પ્રભાવિત, અનેક રાજ્યોમાં તબાહીના દ્રશ્યો

અમેરિકામાં ત્રાટકનાર વાવાઝોડું ‘ઇડાલિયા’ ભારે પવન સાથે ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. આ વાવાઝોડાને કારણે ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

Top Stories World
Untitled 236 3 અમેરિકામાં 'ઇડાલિયા'થી 1000થી વધુ ફ્લાઈટ પ્રભાવિત, અનેક રાજ્યોમાં તબાહીના દ્રશ્યો

America News : અમેરિકામાં ત્રાટકનાર વાવાઝોડું ‘ઇડાલિયા’ ભારે પવન સાથે ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. આ વાવાઝોડાને કારણે ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હોડીઓની જેમ રસ્તાઓ પર કાર તરતી જોવા મળે છે. ત્યાં રસ્તાઓ પાણીથી ભરેલા છે. વાવાઝોડાને કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે કાર જેવા વાહનો બોટની જેમ તરતા જોવા મળે છે. સ્થાનિક લોકો સુરક્ષિત સ્થળો તરફ જવા લાગ્યા છે.

205 કિમીની ઝડપે ફૂંકાયો પવન

પેરી સિટીના રહેવાસી બેલોન્ડે થોમસે કહ્યું, ‘એવું લાગે છે કે અમારા પર કહેર વરસી રહ્યો છે.’ ખતરનાક કેટેગરી-3 વાવાઝોડું ‘ઇડલિયા’ બુધવારે સવારે 7:45 કલાકે 205 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે કીટોન બીચ નજીક લેન્ડફોલ થયું હતું. જો કે, બપોર પછી તોફાન થોડું નબળું પડ્યું હતું અને પવનની ઝડપ ઘટીને 113 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી.

ભારે પવનના કારણે મકાનો અને વૃક્ષો ધરાશાયી

ભારે પવનના કારણે મકાનોની છત ઉખડી ગઈ હતી અને વૃક્ષો ધરાશાયી થયા હતા. ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે કહ્યું કે આ સમયે કોઈ જાનહાનિ થઈ નથી. રાહતની વાત એ છે કે ગયા વર્ષે ફોર્ટ માયર્સ વિસ્તારમાં આવેલા હરિકેન ‘ઈયાન’ની જેમ ‘ઇડાલિયા’માં કોઈ જાનહાનિ થઈ નથી. ફ્લોરિડાનો વિસ્તાર જ્યાં વાવાઝોડાને ફટકો પડ્યો છે તે ભાગ્યે જ વસ્તી ધરાવતો અને રાજ્યના સૌથી ગ્રામીણ વિસ્તારોમાંનો એક છે. ગત વર્ષે વાવાઝોડા ‘ઈયાન’ના કારણે 149 લોકોના મોત થયા હતા.

આ સાથે ઇલાડિયા વાવાઝોડાએ દરિયામાં બોટોની દિશા પણ બદલી નાખી હતી. બીજી તરફ તોફાનના કારણે અમેરિકાની 1000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈડાલિયા હવે નબળી પડી રહી છે. આ હોવા છતાં તે હજુ પણ ખતરનાક છે.

આ પણ વાંચો:COVID-19 In The US/અમેરિકામાં એકવાર ફરી વકર્યો કોરોના, નિષ્ણાતોએ આપી આ ચેતવણી

આ પણ વાંચો:Plane Crash/ DNA ટેસ્ટની થઈ ઓળખ, પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનારાઓમાં પુતિનના દુશ્મન પ્રિગોઝિન પણ સામેલ

આ પણ વાંચો:Pakistan’s Richest Man/મળો પાકિસ્તાનના ‘અંબાણી’ની દીકરીને, જેના લગ્નમાં પૈસા પાણીની જેમ ખર્ચાયા; 123 કરોડની ચેરિટી છે