Not Set/ દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે… હિજાબ વિવાદ વધવા પર લાલૂએ કહ્યું,

કર્ણાટક હાઈકોર્ટમાં આજે સતત બીજા દિવસે હિજાબ વિવાદની સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દે તમામ રાજકીય પક્ષોના નેતાઓની બયાનબાજીના કારણે મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. આ કેસમાં આજે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કર્ણાટક હિજાબ વિવાદને સાંપ્રદાયિક રંગ આપવાનો આરોપ લગાવ્યો હતો.

Top Stories India
lalu

કર્ણાટકમાં હિજાબ પ્રકરણને લઈને જે હોબાળો થયો છે તે હવે દેશભરમાં જોવા મળી રહ્યો છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી વચ્ચે હિજાબ પહેરવાનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કર્ણાટક હાઈકોર્ટમાં આજે સતત બીજા દિવસે હિજાબ વિવાદની સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દે તમામ રાજકીય પક્ષોના નેતાઓની બયાનબાજીના કારણે મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. આ કેસમાં આજે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કર્ણાટક હિજાબ વિવાદને સાંપ્રદાયિક રંગ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો:તાંત્રિક બનેલા સિદ્ધુ ચૂંટણી મંચ પર મંત્ર પાઠ કરતા જોવા મળ્યા, વીડિયો થયો વાયરલ

આપને જણાવી દઈએ કે, હિજાબના વધતા વિવાદને જોતા રાજ્ય સરકારે ત્રણ દિવસ માટે શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. આ મામલે પહેલા ABVP સાથે જોડાયેલા કાર્યકરોએ વિરોધ કર્યો, પછી હવે રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેતાઓની ટિપ્પણીઓ પણ આવવા લાગી છે. બુધવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે. આ પહેલા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન પણ સામે આવ્યું હતું, તેમણે કહ્યું હતું કે, આ મામલે નફરત ફેલાવવામાં આવી રહી છે.

કર્ણાટકના ઉડુપી જિલ્લાનાં મણીપાલમાં આવેલી મહાત્મા ગાંધી મેમોરિયલ કૉલેજ તણાવ વધી ગયો, જ્યારે કેસરી શાલ અને હિજાબ પહેરેલી છોકરીઓના બે જૂથોએ એકબીજા સામે સૂત્રોચ્ચાર કર્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં છોકરાઓનું એક જૂથ મંડ્યામાં હિજાબ પહેરેલી છોકરીઓ સાથે ખરાબ વર્તન કરતા જોવા મળે છે.

આ પણ વાંચો: યુપી ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, કહ્યું- 10 દિવસમાં ખેડૂતોની લોન માફી

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારની નવી દારૂ નીતિ સામે અણ્ણા હજારે 14 ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ પર ઉતરશે