New Delhi/ નવા વર્ષમાં PM મોદીએ જનતાને આપી મોટી ભેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષે લોકોને એક મોટી ભેટ આપી છે. જે અંતર્ગત તેમણે શુક્રવારે સવારે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા અંતર્ગત લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સ (એલએચપી) નો શિલાન્યાસ કર્યો…

India
Mantavya 8 નવા વર્ષમાં PM મોદીએ જનતાને આપી મોટી ભેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષે લોકોને એક મોટી ભેટ આપી છે. જે અંતર્ગત તેમણે શુક્રવારે સવારે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા અંતર્ગત લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સ (એલએચપી) નો શિલાન્યાસ કર્યો. એલએચપીનું નિર્માણ ઇન્દોર, રાજકોટ, ચેન્નાઈ, રાંચી, અગરતલા અને લખનઉમાં કરવામાં આવશે, જેમાં સંલગ્ન માળખાગત સુવિધાઓ સાથે દરેક સ્થળે આશરે 1000 ઘરોનો સમાવેશ કરવામાં આવશે.

કોરોના રોગચાળાને કારણે, શિલાન્યાસ કાર્યક્રમ વર્ચ્યુઅલ રીતે યોજાયો હતો. જેમાં ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ઉપરાંત ગુજરાત, ત્રિપુરા અને આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રીઓ પણ શામેલ હતા. શહેરી વિકાસ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, સરકારની આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ લોકોને સ્થાનિક વાતાવરણ અને ઇકોલોજીને ધ્યાનમાં રાખીને ટકાઉ આવાસ પૂરા પાડશે. તે ફક્ત 6 રાજ્યોમાં શરૂ થઈ રહી છે, તેમની સંખ્યામાં વધુ વધારો કરવામાં આવશે. વળી 6 રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ આ પ્રોજેક્ટ શરૂ કરવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો.

કાર્યક્રમમાં યુપીનાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, આ આવાસ યોજનાએ ઉત્તર પ્રદેશનાં શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં 17 લાખથી વધુ પરિવારો માટે આવાસ પૂરા પાડ્યા છે, જેમાંથી 6,15,000 મકાનો પૂર્ણ થયા છે અને તમામ ગરીબ પરિવારોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારનો હેતુ ગરીબ અને નબળા વર્ગને પાકા મકાનો આપવાનો છે. જે અંતર્ગત લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સ શરૂ કરાયો છે. આ અંતર્ગત લોકોને 4.76 લાખ રૂપિયામાં 415 ચોરસ ફૂટનાં ફ્લેટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારનાં જણાવ્યા અનુસાર, જો કે આ મકાનોની કિંમત 12.59 લાખ રૂપિયા હશે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર 7.83 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે. બાકીનાં પૈસા ઘર લેનાર પાસેથી લેવામાં આવશે. આ ફ્લેટ્સની ફાળવણીનાં નિયમો, પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના જેવા જ હશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો