Political/ એવું તે શું બન્યુ કે રાજીવ બેનર્જી મીડિયા સાથે વાત કરતા રડી પડ્યા?

શુક્રવારે પશ્ચિમ બંગાળનાં રાજકીય કોરિડોરમાં હંગામો થયો હતો, ત્યારે વનમંત્રી રાજીબ બેનર્જીએ અચાનક જ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું….

India
Untitled 52 એવું તે શું બન્યુ કે રાજીવ બેનર્જી મીડિયા સાથે વાત કરતા રડી પડ્યા?

શુક્રવારે પશ્ચિમ બંગાળનાં રાજકીય કોરિડોરમાં હંગામો થયો હતો, ત્યારે વનમંત્રી રાજીબ બેનર્જીએ અચાનક જ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજભવનમાંથી બહાર નીકળ્યા બાદ મીડિયાએ તેમને રાજીનામું આપવાનું કારણ પૂછ્યું તો તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.

રાજીબ બેનર્જીએ કહ્યું હતું કે, 2018 માં મમતા બેનર્જીનાં મંત્રીમંડળમાંથી રાજીનામું આપવા માંગતા હતા, કારણ કે સિંચાઈ વિભાગની જવાબદારી તેમની સાથે વાત કર્યા વિના છીનવી લેવામાં આવી હતી. જો કે, પછીથી કેટલાક લોકોની સમજાવટ પર તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો.

રાજીબ બેનર્જીએ ભેજવાળી આંખો સાથે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું નહોતુ કે એક દિવસ મારે આ નિર્ણય લેવો પડશે. મમતા બેનર્જીએ તેમની સલાહ લીધા વિના મને સિંચાઈ વિભાગમાંથી હટાવ્યો. મુખ્ય પ્રધાન પાસે તેમના પ્રધાનમંડળમાં ફેરબદલ કરવાનો દરેક અધિકાર છે, પરંતુ મને તેમની પાસેથી ન્યૂનતમ શિષ્ટાચારની અપેક્ષા હતી. ઓછામાં ઓછું નિર્ણય લેતા પહેલા મને જાણ કરવી જોઈતી હતી. મે લાંબા સમય સુધી જે વિભાગને પોતાની શ્રેષ્ઠ સેવાઓ દીધી, તેનાથી જ મને અલગ કરી દેવામાં આવ્યો.

UPSC / સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું, UPSCનાં ઉમેદવારોને કોઈ વધારાની તક નહીં અપાય

NEW DELHI / અયોધ્યા વિવાદ પર અંતિમ ચુકાદો આપનારા પૂર્વ CJI રંજન ગોગોઈની વધારાઈ સુરક્ષા, હવે અપાઈ આ સુરક્ષા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો