Nz Vs Aus/ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ન્યૂઝીલેન્ડ ટૂર થયો રદ, કારણ જાણી ચોંકી જશો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ આવતા મહિને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચની T20 સીરીઝ રમવાની હતી. જોકે, હવે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ 17, 18 અને 20 માર્ચે નેપિયરમાં ઓસ્ટ્રેલિયાની યજમાની કરવાની હતી.

Sports
11 76 ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ન્યૂઝીલેન્ડ ટૂર થયો રદ, કારણ જાણી ચોંકી જશો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ આવતા મહિને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચની T20 સીરીઝ રમવાની હતી. જોકે, હવે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ 17, 18 અને 20 માર્ચે નેપિયરમાં ઓસ્ટ્રેલિયાની યજમાની કરવાની હતી. આ શ્રેણી રદ કરવામાં આવી છે કારણ કે યજમાન ન્યૂઝીલેન્ડ પાસે ખેલાડીઓને અલગ રાખવા માટે જગ્યા ન હોતી અને આવી સ્થિતિમાં, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZ) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ મળીને સીરીઝને રદ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો – Wow! / Jio Fiber ને ટક્કર આપવા આવ્યું Tata Play Fiber, યુઝર્સને રૂ. 1,150 નો ફ્રી હાઈ ઈન્ટરનેટ સ્પીડ પ્લાન ઓફર

NZ ચીફ ડેવિડ વ્હાઇટે કહ્યું કે, તેમની પાસે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી કારણ કે દેશમાં પ્રવેશ માટે કડક નિયમો મૂકવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘જ્યારે અમે આ પ્રવાસનું આયોજન કર્યું હતું, ત્યારે અમને અપેક્ષા હતી કે સીરીઝનાં સમય સુધીમાં નિયમો બદલાઈ જશે. જો કે, ઓમિક્રોનનાં કારણે, બધું બદલાઈ ગયું છે અને હવે અમારા માટે આ સીરીઝનું આયોજન કરવું મુશ્કેલ છે. આ કમનસીબ છે.’

આ પણ વાંચો – IND W vs NZ W / ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત નિરાશાજનક રહી, T20 મેચમાં 18 રને મળી હાર

આ પહેલા ન્યૂઝીલેન્ડનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. કિવી ટીમે 24 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસ પર ત્રણ મેચની ODI સીરીઝ અને એક T20 મેચ રમવાની હતી. પરંતુ ન્યૂઝીલેન્ડ ક્વોરેન્ટિન આવશ્યકતા અને બોર્ડર કંટ્રોલને કારણે આ પ્રવાસ પણ મુલતવી રાખવામાં આવ્યો હતો.