Politics/ કોલકતામાં ભાજપ કાર્યાલય નજીક મળી આવ્યા 51 દેશી બોમ્બ

કોલકાતામાં હેસ્ટિંગ ક્રોસિંગ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસ નજીક 51 દેશી બોમ્બ મળી આવ્યા છે. આ બોમ્બ ભાજપ કાર્યાલયથી થોડેક દૂર ખિદિરપુર ચોક પાસે એક કોથળીમાંથી મળી આવ્યા છે.

Top Stories India
1 143 કોલકતામાં ભાજપ કાર્યાલય નજીક મળી આવ્યા 51 દેશી બોમ્બ

કોલકાતામાં હેસ્ટિંગ ક્રોસિંગ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસ નજીક 51 દેશી બોમ્બ મળી આવ્યા છે. આ બોમ્બ ભાજપ કાર્યાલયથી થોડેક દૂર ખિદિરપુર ચોક પાસે એક કોથળીમાંથી મળી આવ્યા છે. બોમ્બ નિરોધકની ટુકડી ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિની ચકાસણી કરી હતી. કોલકાતા પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને નજીકનાં સીસીટીવી કેમેરા સ્કેન કરી રહી છે.

શૈક્ષણિક સત્ર 2021 / સોમવારથી ધોરણ 3 થી 12ના ઓનલાઇન શિક્ષણના શ્રી ગણેશ,શાળાએ ન બોલાવવા શિક્ષણ વિભાગનો પરિપત્ર

એવું કહેવામાં આવી રહ્યું છે કે, મળી આવેલા બોમ્બ ગામનાં વિસ્તારોમાં ખૂબ ઉપયોગમાં લેવાય છે. જો કે, હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે કે બધા બોમ્બ એક જ પ્રકારનાં છે કે બોરીમાં વિવિધ પ્રકારનાં બોમ્બ રાખવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ભાજપે ચૂંટણી પૂર્વે તાજેતરમાં તેની ઓફિસ હેસ્ટિંગ વિસ્તારમાં ખસેડી હતી. ભાજપનું કાર્યાલય સેન્ટ્રલ એવન્યુમાં છે, પરંતુ ચૂંટણી દરમિયાન તમામ કામગીરી અહીં થઈ હતી. ચૂંટણી દરમ્યાન આ કચેરીમાં નેતાઓ અને કાર્યકરોની બેઠકો પણ યોજાઇ હતી. આ પહેલા વિધાનસભાની ચૂંટણી દરમિયાન, મતદાનનાં ત્રીજા તબક્કા પહેલા પોલીસ દ્વારા 41 ક્રૂડ બોમ્બ મળી આવ્યા હતા. આ બોમ્બ દક્ષિણ 24 પરગણાનાં બરુઇપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા. પોલીસે આ બોમ્બને ઝડપી લીધા હતા. આ ઘટના પહેલા ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ મમતાનાં ભત્રીજા અભિષેક બેનર્જીએ બરુપુરમાં એક રોડ શો કર્યો હતો.

કોરોના 2.0 / કોરોનાનો સેકન્ડ વેવ પૂરો થવા તરફ : એક્ટિવ કેસ હવે 15 લાખની નીચે,નવા કેસ થયા આટલા

ચૂંટણી દરમ્યાન ઘણીવાર બોમ્બ મળ્યા હતા. બંગાળમાં મતદાનનાં પહેલા તબક્કાનાં એક દિવસ પહેલા 26 માર્ચે, પોલીસનેે 26 ક્રૂડ બોમ્બ મળી આવ્યા હતા. કોલકાતાનાં બેનીપૂુકુરમાં સીઆઈટી રોડ પર સ્થિત એક બિલ્ડિંગની પાછળથી પોલીસને બોમ્બ મળી આવ્યા હતા. આ ઉપરાંત 28 માર્ચે પણ પોલીસે 56 લાઇવ બોમ્બ મળી આવ્યા હતા. આ બોમ્બ નરેન્દ્રપુર વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી મળી આવ્યા હતા. આપને જણાવી દઇએ કે બંગાળની ચૂંટણી બાદ ભાજપમાં ઝઘડો પણ ખુલીને બહાર લાગ્યો છે. પક્ષનાં સંગઠનાત્મક સભા માટે પહોંચેલા પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષનો ભાજપનાં બૂથ લેવલનાં કાર્યકરોએ ઘેરાવ કર્યો હતો. ભાજપનાં કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ પાસે માંગ કરી હતી કે હુગલી જિલ્લા સમિતિ વહેલી તકે વિસર્જન કરવામાં આવે અને જિલ્લા પ્રમુખ ગૌતમ ચેટર્જીને હટાવવામાં આવે.

kalmukho str 4 કોલકતામાં ભાજપ કાર્યાલય નજીક મળી આવ્યા 51 દેશી બોમ્બ