Not Set/ 4 લોકસભા,10 વિધાનસભાના પરિણામો: કૈરાનાની સીટ પર ભાજપ પાછળ, કર્ણાટકમાં ભાજપ પાછળ

દિલ્હી દેશમાં ત્રણ રાજ્યોની 4 લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. 28મેના રોજ આ ચૂંટણી માટે મતદાન થયુ હતું. લોકસભા સીટમાં ઉત્તર પ્રદેશના કૈરાના, મહારાષ્ટ્રના પાલઘર, ભંડારા-ગોંદિયા અને નાગાલેન્ડની સીટો સામેલ છે. 10.00 વાગ્યાના ટ્રેન્ડ સવારે મળી રહેલાં ટ્રેન્ડ પ્રમાણે યુપીની કૈરાનાની સીટ પર ભાજપ પાછળ ચાલી […]

Top Stories
bypoll result 4 લોકસભા,10 વિધાનસભાના પરિણામો: કૈરાનાની સીટ પર ભાજપ પાછળ, કર્ણાટકમાં ભાજપ પાછળ

દિલ્હી

દેશમાં ત્રણ રાજ્યોની 4 લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. 28મેના રોજ આ ચૂંટણી માટે મતદાન થયુ હતું. લોકસભા સીટમાં ઉત્તર પ્રદેશના કૈરાના, મહારાષ્ટ્રના પાલઘર, ભંડારા-ગોંદિયા અને નાગાલેન્ડની સીટો સામેલ છે.

10.00 વાગ્યાના ટ્રેન્ડ

સવારે મળી રહેલાં ટ્રેન્ડ પ્રમાણે યુપીની કૈરાનાની સીટ પર ભાજપ પાછળ ચાલી રહી હતી, જ્યારે મહારાષ્ટ્રની બે સીટો પર ભાજપ આગળ હતી.

મહારાષ્ટ્રના પાલઘરની લોકસભાની સીટ પર ભાજપના ગાવિત રાજેન્દ્ર દેઢ્યા 10,000 મતોથી આગળ હતા.

દેશમાં પ્રતિષ્ઠિત ગણાતી યુપીના કૈરાનાની સીટ પર આરએલડીના તબ્બસુમ હસન ભાજપના મૃગાંકસિંહ કરતાં 3,000 મતોથી આગળ હતા.

વિધાનસભાની 10 સીટો પર પેટા ચૂંટણી યોજાઇ હતી, જેમાં પંજાબની શાહકોટ સીટ પરથી કોંગ્રેસના લડ્ડી શેરોવાલિયા 8,500 મતોથી આગળ હતા.

કર્ણાટકમાં રાજેશ્વરી નગર વિધાનસભાની સીટ પર કોંગ્રેસના મુનિરત્ન 18,000 મતોથી આગળ હતા.

પશ્ચિમ બંગાળની મહેશતલા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર ચંદ્રા દાસ સીપીએમના ઉમેદવાર કરતાં 20,000 મતોથી આગળ હતા.

કેરાલાની ચેંગાન્નુર સીટ પરથી સીપીએમના ઉમેદવાર 3,106 મતોથી આગળ હતા.