સતત વધતી જતી કિંમતોમાં બીજા દિવસે પેટ્રોલમાં 7 પૈસા અને ડીઝલમાં 5 પૈસાનો ઘટાડો થયો છે. કર્ણાટકની ચુંટણી દરમિયાન સતત 19 સુધી ઇંધણના ભાવમાં કોઈ પણ જાતનો બદલા કરવામાં આવ્યો નહોતો. તે પછી 14 મેથી સતત ભાવમાં વધારો થતો ગયો. ચારેય મહાનગરોમાં પેટ્રોલ સાત પૈસા અને ડીઝલમાં પાંચ પૈસા સસ્તું કરવામાં આવ્યું છે. સૌથી ઓછી કિંમત દિલ્લીમાં છે.
બુધવારના દિવસે સવારે લગભગ 11 વાગે કંપનીઓ પોતાના નિવેદનમાં કહ્યું કે પેટ્રોલ-ડીઝલ માત્ર 1 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સતત 16 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે.
ગત દિવસોમાં પટ્રોલમાં ચાર રૂપિયા અને ડીઝલમાં ત્રણ રૂપિયા સુધી મોંઘુ થઈ ગયું હતું. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે કહ્યું હતું કે તેલના ભાવ કંપનીઓ નક્કી કરે છે અને તેમાં સકારની કોઈ ભૂમિકા હોતી નથી.
ગુરુવાર – પેટ્રોલના ભાવ
મુંબઈ – 86.16 રૂપિયા.
દિલ્લી – 78.35 રૂપિયા.
કોલકાતા – 80.98 રૂપિયા.
ચેન્નઈ – 81.35 રૂપિયા.
ગુરુવાર – ડીઝલના ભાવ.
મુંબઈ – 73.73 રૂપિયા.
દિલ્લી – 69.25 રૂપિયા.
કોલકાતા – 71.80 રૂપિયા.
ચેન્નઈ – 73.12 રૂપિયા.