Not Set/ કોરોનાનો સેકન્ડ વેવ પૂરો થવા તરફ : એક્ટિવ કેસ હવે 15 લાખની નીચે,નવા કેસ થયા આટલા

કોરોનાનો સેકન્ડ વેવ પૂરો થવા તરફ હોય તેમ વર્તમાનમાં પૂરનાં રહેલા આંકડાઓ જોતાં લાગી રહ્યું છે.દેશમાં 24 કલાકમાં 1.14 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે તેની સાથે જ દેશમાં કુલ કેસ 2.88 કરોડને પાર પહોંચ્યા છે.

Top Stories India

કોરોનાનો સેકન્ડ વેવ પૂરો થવા તરફ હોય તેમ વર્તમાનમાં પૂરનાં રહેલા આંકડાઓ જોતાં લાગી રહ્યું છે.દેશમાં 24 કલાકમાં 1.14 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે તેની સાથે જ દેશમાં કુલ કેસ 2.88 કરોડને પાર પહોંચ્યા છે. વધુ 1.87.991 દર્દીઓ રિકવર થયા છે.

સૌથી મહત્વપૂર્ણ બાબત ગણી શકાય કે 24 કલાકમાં 1.89 લાખ કોરોના મુક્ત થયા છે.જ્યારે એક્ટિવ કેસ હવે 15 લાખની નીચે 14.74.023 નોંધવામાં આવી છે.દેશના આરોગ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે 24 કલાકમાં થયા 20.84 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ તમિલનાડુમાં નોંધવામાં આવ્યા છે.

દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસ પર નજર કરીએ તો તામિલનાડુમાં સર્વાધિક 21,410 ,કેરળમાં 17.328 કેસ,કર્ણાટકમાં 13.800 કેસ,મહારાષ્ટ્રમાં 13.659 કેસ, આંધ્રપ્રદેશમાં 10.373 કેસ,પશ્ચિમ બંગાળમાં 7682 કેસ,ઓરિસ્સામાં 7395 કેસ નોંધાયા છે.

 દેશમાં કોરોનાના કારણે થયેલા મોતની સંખ્યા પર નજર કરીએ તોવધુ 2669 લોકોના મોત નીપજ્યા છે, આ સાથે કુલ મૃત્યુઆંક 3.46.772 થયો છે.