Not Set/ સલમાન ખાને જન્મદિવસે સાપ કરડ્યાની ઘટનાની વાત કરી, સાપે એક વાર નહીં ત્રણ વાર ડંખ માર્યો

જન્મદિવસના એક દિવસ પહેલા સાપે ડંખ મારવાની વાતનો ખુલાસો કરતાં સલમાન ખાને કહ્યું હતું કે એક વાર નહીં પરંતુ ત્રણ વખત સાપ કરડ્યો હતો.

Top Stories Entertainment

પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા સાપે ડંખ મારવાની વાતનો ખુલાસો કરતાં સલમાન ખાને કહ્યું હતું કે એક વાર નહીં પરંતુ ત્રણ વખત સાપ કરડ્યો હતો. પોતાના જન્મદિવસના અવસર પર પનવેલના ફાર્મ હાઉસની બહાર રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે મીડિયા સાથે વાત કરતા સલમાને આ ઘટના વિશે વિગતવાર જણાવ્યું.

“એક સાપ રૂમમાં ઘૂસી ગયો હતો. આવી સ્થિતિમાં બાળકો ડરી ગયા હતા, તેથી હું સાપને કાઢવા માટે રૂમમાં ગયો. મેં એક લાકડી માંગી જે ખૂબ નાની હતી . આવી સ્થિતિમાં, મેં એક મોટી લાકડી માંગી ,આ લાકડીની મદદથી સાપને ઉપાડ્યો અને બહાર લાવ્યો. લાકડી પર પ્રેમથી વીંટળાયેલો સાપ ધીમે ધીમે મારા હાથ તરફ આગળ વધવા લાગ્યો,બર્થ ડે વિશ કરવા આવેલા લોકો ભેગા થઇ ગયા અને ગામા લોકો જાણતા હતા કે આ કંડારી પ્રકારનો સાપ છે.,પરતું લોકોના અવાજ થતાં સાપે મને એક વાર નહીં, ત્રણ વાર ડંખ માર્યો, ત્યાર બાદ સત્વરે  હોસ્પિટલ પહોચ્યા જ્યાં મને એન્ટી વેનોમ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. અત્યાર સુધી મેં તમામ પ્રકારના એન્ટી વેનોમ ઈન્જેક્શન્સ (ક્રેટ, વાઈપર, કોબ્રા) લીધા છે.

https://www.instagram.com/reel/CX9hTg2FNmi/?utm_source=ig_embed&ig_rid=681d816d-a9dd-42d7-bab7-5cedd38a24b2

સલમાને વધુમાં જણાવ્યું કે સાપ કરડવાની આ ઘટના પછી તેને 6 કલાક સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતો   ત્યારપછી તેમને ઘરે જવા  દેવામાં આવ્યા. નોંધનીય છે કે સાપ કરડ્યા બાદ સલમાન ખાનને નવી મુંબઈના કામોથે સ્થિત મહાત્મા ગાંધી મિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સલમાને કહ્યું, “સારી વાત એ હતી કે હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ હતી. તેમની પાસે તમામ પ્રકારના એન્ટી વેનોમ ઉપલબ્ધ હતા.” તેમણે જણાવ્યું કે સ્થાનિક પોલીસ કમિશનર બિપિન કુમાર અને સ્થાનિક ધારાસભ્ય સંદીપ નાયક પણ તેમની મદદ માટે ત્યાં પહોંચ્યા હતા.