Not Set/ બિહાર ચૂંટણી/ ભાજપે ટીકીટ નહિ આપતા આ બાબાએ કર્યો આજીવન અન્નનો ત્યાગ…

  કોરોના ના કહેર વચ્ચે યોજાઈ રહેલી બિહાર વિધાનસભાની ચૂંટણી  દિવસેને દિવસે રસપ્રદ બનતી જાય છે. બિહારમાં કેટલીય સીટો એવી છે, જેના પર અનેક દાવેદારો છે. અને તેના માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. જો કે, હવે એક બાબા ભારે ચર્ચામાં આવ્યા છે. સારણ જિલ્લાના અમનૌર વિધાનસભામાંથી ભાજપના ધારાસભ્ય શત્રુઘ્ન તિવારી ઉર્ફ ચોકર બાબાની […]

India
046aef1ef5769163f84c01976f7adfc9 બિહાર ચૂંટણી/ ભાજપે ટીકીટ નહિ આપતા આ બાબાએ કર્યો આજીવન અન્નનો ત્યાગ...
046aef1ef5769163f84c01976f7adfc9 બિહાર ચૂંટણી/ ભાજપે ટીકીટ નહિ આપતા આ બાબાએ કર્યો આજીવન અન્નનો ત્યાગ... 

કોરોના ના કહેર વચ્ચે યોજાઈ રહેલી બિહાર વિધાનસભાની ચૂંટણી  દિવસેને દિવસે રસપ્રદ બનતી જાય છે. બિહારમાં કેટલીય સીટો એવી છે, જેના પર અનેક દાવેદારો છે. અને તેના માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. જો કે, હવે એક બાબા ભારે ચર્ચામાં આવ્યા છે. સારણ જિલ્લાના અમનૌર વિધાનસભામાંથી ભાજપના ધારાસભ્ય શત્રુઘ્ન તિવારી ઉર્ફ ચોકર બાબાની ટિકિટ કપાઈ જતાં ભારે આઘાત લાગ્યો છે. અને તેમણે આજીવન અન્નનો ત્યાગ કરવાનું નક્કી કર્યુ છે.

હવેથી તેઓ માત્ર ફળાહાર પર જ રહેશે. ચોકર બાબાનો આ નિર્ણય હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ચોકર બાબાનું કહેવુ છે કે, ભાજપે તેને જ ટિકિટ આપી જેને તેમણે હરાવ્યા હતા. ધારાસભ્યનું કહેવુ છે કે, તે સિટિંગ ધારાસભ્ય છે અને ચૂંટણીની તૈયારીમાં પણ હતા, આ વિસ્તારની જનતાની વચ્ચે જઈને કામ કરતો રહુ છું. તેમના દ્વારા ચલાવવામાં આવતી રસોઈથી હજારો લોકોને ખાવાનું મળ્યુ છે. તેમની લોકપ્રિયતા પણ ખૂબ વધી હોવાનો દાવો કર્યો છે.

આ વાત સાંસદોને ખટકતી રહી છે, જેના કારણે તેમની ટિકિટ કપાઈ ગઈ છે.તેમણે કહ્યુ હતું કે, તેઓ સંન્યાસી માફક જીંદગી જીવે છે અને વિરોધ પણ સંન્યાસીની માફક જ કરશે. તેથી તેઓ આજીવન અન્નનો દાણો પણ અડે, ફક્ત ફળો પર જીવન ગુજારશે. તેમણે પાર્ટીમાં લોકતંત્ર ખતમ થયુ હોવાનું પણ દાવો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.