Not Set/  લોકોના મોઢામાંથી વધારાના અનાજનો કોળિયો છીનવવાનો ખેલ !!

રાજ્યોના અધિકારો અને તેમાંય માત્ર બીનભાજપી રાજ્યોની સરકારોને લોકોને સીધી રીતે લાભ આપતા કામો ન કરવા દેવાની ચાલ શું લોકશાહીને અનુરૂપ છે ખરી

India Trending Uncategorized
krishna 6  લોકોના મોઢામાંથી વધારાના અનાજનો કોળિયો છીનવવાનો ખેલ !!

 દિલ્હી સરકારની ઘેર ઘેર રાશનની યોજના પર રોક લગાવવાનો હેતુ શંકાસ્પદ

જાે પીઝા બર્ગર સહિતની ચીજાેની હોમ ડિલીવરી થતી હોય તો રાશનની કેમ ન થઈ શકે ? કેજરીવાલનો સવાલ

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે વિવાદ કોઠે પડી ગયો છે. દેશના બીજા નંબરના મોટા રાજ્ય પશ્ચિમ બંગાળમાં તો આ બાબત ચાલું જ રહે છે. જાે કે હમણાં ઓછું બોલીને વધુ કામ કરવા ટેવાયેલી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્ર વચ્ચે લોકોને સીધી રીતે સ્પર્શતા પ્રશ્ન અંગે શાબ્દિક યુદ્ધ શરૂ રહે છે તે તો ઠીક પણ રાજકીય ચશ્મા પહેરીને લેવાતા નિર્ણયોની સીધી અસર તો પ્રજાને થઈ રહી છે. કારણ કે બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો તેના કારણે દિલ્હીની પ્રજાના મોઢામાં જે અનાજનો કોળિયો આવવાનો હતો તે છીનવાઈ રહ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. દોઢ-બે માસ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક રેશનકાર્ડ ધારકોને પાંચ પાંચ કિલો અનાજ મફત આપવાની જાહેરાત કરી હતી. કરોડો રેશનકાર્ડધારકો રાહત આપનારૂં સારૂ પગલું છે. કોરોના અને લોકડાઉન અને સાથોસાથ રાજકીય પક્ષો જેને લગભગ ભૂલી ગયા છે અને લોકોને શીફ્તપૂર્વક ભૂલવાડવાની કોશીષ કરી રહ્યા છે તે મોંઘવારીના ત્રિપાંખિયા હૂમલા વચ્ચે ઘેરાયેલી પ્રજા માટે આ એક અત્યંત રાહતરૂપ પગલું પૂરવાર થઈ શકે તેમ છે. આ સંજાેગો વચ્ચે દિલ્હીની કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકારની પાંચ કિલો મફત અનાજની જાહેરાતના અનુસંધાનમાં રાજ્ય (દિલ્હી) સરકાર તરફથી વધુ પાંચ કિલો અનાજ મળી કુલ ૧૦ કિલો અનાજ ઘેરબેઠા પહોંચાડવાની મુખ્યમંત્રી રાશનયોજના જાહેર કરી.

himmat thhakar  લોકોના મોઢામાંથી વધારાના અનાજનો કોળિયો છીનવવાનો ખેલ !!
આની સામે કેન્દ્રના દોરીસંચારવાળા ઉપરાજ્યપાલ પાસે મંજૂરી માટે ગયા ત્યારે મુખ્યમંત્રી શબ્દ સામે વાંઘો લેતા કેજરીવાલ સરકારે ‘મુખ્યમંત્રી’ નામ કાઢી નાખ્યું અને માત્ર ઘેર ઘેર રાશન યોજના નામ સાથે ૧૦ કિલો રાશન આપવાની યોજના શરૂ કરવાનું નક્કી કર્યું. લોકોને ઘેરબેઠા રાશન મળી રહે તે જરૂરતમંદ લોકો માટે આશીર્વાદ સમાન યોજના હતી. દિલ્હીના પ્રત્યેક રેશનકાર્ડઘારકોને પોતાના ઘરે અનાજ મળી રહે તેવી આ યોજના હતી. આ માટેનું સમગ્ર તંત્ર પણ ‘આમ આદમી પાર્ટી’ની દિલ્હી સરકારે ગોઠવી લીધું હતું. ત્યાં એકાએક કેન્દ્ર સરકારે આ યોજનાના અમલ સામે એકાએક બ્રેક લગાવી દીધી છે અથવા તો ‘રોક’ કે કાયદાની ભાષામાં કહીએ તો મનાઈહુકમ લગાવી દીધો છે. આમ આદમી પાર્ટીની સરકારની પાંખો કાપવા કેન્દ્ર સરકારે બહુમતીના જાેરે ઉપરાજ્યપાલની મંજુરી વગર કોઈ કામગીરી દિલ્હી સરકાર કરી શકે નહી તેવો જે કાયદો કર્યો છે તેનો અમલ ૧૫મી મેથી શરૂ થઈ ગયો છે. એન.સી.પી.ટી. એક્ટ નામના આ કાયદા હેઠળ ઉપરાજ્યપાલે આ યોજનાનો અમલ અટકાવી દેવા માટે સૂચના આપી છે.

If pizza can be delivered why not ration?': Delhi CM Kejriwal asks why doorstep delivery scheme was stalled | Hindustan Times
આની સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાનો વિરોધ તો નોંધાવ્યો છે અને પત્રકાર પરિષદ યોજીને એમ પણ કહ્યું છે કે મોદી સાહેબ જાે ઈચ્છતા હોય તો ઘેર ઘેર રાશન પહોંચાડતી વખતે અમે એમ કહીએ કે આ રાશન મોદીજીએ પહોંચાડ્યું છે. પરંતુ લોકો સુધી આ અનાજ પહોંચાડવાની અમને તક તો આપો. અમે આ અંગેની તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે, તંત્ર ગોઠવી લીધું છે. સંબંધિત વિસ્તારોદીઠ સંબંધિતોને જવાબદારી સોંપાઈ ગઈ છે. હવે શું કામ રોકો છો ? કેજરીવાલે હવે એવો પ્રશ્ન પણ પૂછ્યો છે કે પીઝા, બર્ગર અને ફૂડપેકેટો પણ વિવિધ કંપનીઓ દ્વારા ઓર્ડર નોંધીને ઘેર ઘેર પહોંચાડવામાં આવતા હોય તો પછી દિલ્હી સરકારને જરૂરતમંદ લોકોના મોઢામાં અનાજનો કોળિયો પહોંચાડતા શા માટે રોકવામાં આવે છે ? અમે રાશન માફિયાઓનું રાજ ખતમ કરવા અને લોકોને સીધું અનાજ મળી રહે તે માટે આ પગલું ભર્યુ છે અને આ અંગે એખ વકત નહિ પાંચ પાંચ વખત કેન્દ્રની મંજુરી મળી છે.

BJP Hits Out At Arvind Kejriwal Govt Over COVID-19 Crisis
જાે કે ભાજપના દિલ્હીના પ્રવક્તાએ એનસીપીટી એક્ટ હેઠળ દિલ્હી સરકારે આવા કોઈ નિર્ણય અંગે ઉપરાજ્યપાલની મંજુરી માંગવી પડે જે લીધી નથી તેથી રોક લગાવી છે. કેજરીવાલ કે દિલ્હી સરકાર કાયદાથી પર નથી. આની સામે આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું છે કે મંજુરી લીધી જ છે અને હવે તો અમને એમ લાગે છે કે દિલ્હીની આપ સરકાર કોઈ પણ સારૂ કામ કરે તે દિલ્હી (કેન્દ્ર)ને ગમતું નથી. આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા હવે કેન્દ્રને આંખના કણાની જેમ ખૂંચી રહી છે.

Delhi to see further relaxation in Covid-19 lockdown? CM Kejriwal to announce today | Hindustan Times
જાેકે તટસ્થ વિવેચકો આજ વાત કહે છે કે અન્ય કોઈ રાજ્યોમાં ઉપરાજ્યપાલ અને રાજ્યપાલોને રાજ્ય સરકારની ભલામણો પ્રમાણે ચાલવાનું હોય છે. દિલ્હીમાં ભેદભાવ કેમ ? ભાજપની સરકાર નથી એટલે ? આ વાત જરાય ખોટી પણ નથી તેવું લાગે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કોરોના સહિતના સંકટોનો સામનો પણ આપણે સહયોગથી કરવાનો છે ત્યારે કેન્દ્ર, બંગાળ, મહારાષ્ટ્ર, ઝારખંડ, પંજાબ સહિતના બીનભાજપી રાજ્યો સામે ખોટા પ્રશ્નો ઉભા કરી ચૂંટાયેલી સરકારો પોતાની રીતે કામ કરી શકે તેવી સ્થિતિનો તો બીજા શબ્દોમાં કહીએ તો દેશના બંધારણ પ્રમાણે રાજ્યોને મળેલા પ્રજાસત્તાક રાજ્ય તરીકેના અધિકારો પર તરાપ મારવાનું તો ઠીક પણ તેના કારણે દિલ્હીના – દેશના કરોડો લોકોને મળતા લાભો પણ ન મળી શકે તેવી સ્થિતિ સર્જવાનો પ્રયાસ થાય તે કેટલે અંશે વ્યાજબી છે ?
રાજ્યોના અધિકારો અને તેમાંય માત્ર બીનભાજપી રાજ્યોની સરકારોને લોકોને સીધી રીતે લાભ આપતા કામો ન કરવા દેવાની ચાલ શું લોકશાહીને અનુરૂપ છે ખરી ? તેવો પ્રશ્ન પૂછીને દિલ્હીના અખબારોએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે આ વાત કોઈ રીતે લોકશાહીને અનુરૂપ નથી અને કોઈપણ રાજ્ય સરકારોને સારા પગલાં લેતા રોકવાનું કામ લોકશાહી અને રાષ્ટ્રપ્રેમી હોવાની વાતો કરનાર વ્યક્તિ કે સરકાર ન કરી શકે. આ અખબારોની ટૂંકી વાતમાં ઘણું બધું આવી જાય છે. બાકી તો હજી ઘણું કામ બાકી પણ છે. તે તો કરવું જ પડશે.