Bollywood/ રિલીઝના 2 દિવસ પહેલા લીકથઇ અજય દેવગનની ‘ભોલા’, એડવાન્સ બુકિંગના આંકડા પર થશે અસર

ફિલ્મની કેટલીક ક્લિપ્સ સોશિયલ મીડિયા પર આવી અને પછીથી આખી ફિલ્મ ઇન્ટરનેટ પર અપલોડ કરવામાં આવી. કેટલીક વેબસાઇટ આ ફિલ્મને HDમાં ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપી રહી છે.

Trending Entertainment
'ભોલા'

અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ (Bholaa) રિલીઝના 2 દિવસ પહેલા જ ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. પહેલા ફિલ્મની કેટલીક ક્લિપ્સ સોશિયલ મીડિયા પર આવી અને પછીથી આખી ફિલ્મ ઇન્ટરનેટ પર અપલોડ કરવામાં આવી. કેટલીક વેબસાઇટ આ ફિલ્મને HDમાં ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપી રહી છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે.

ઈન્ટરનેટ પર આવી ગઈ ‘ભોલા’  

ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ફ્રીમાં મૂવી જોવા અને ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપી રહ્યા છે, જેમાંથી મોટા ભાગની ખોટી છે. અજય દેવગન અગાઉ ફિલ્મ ‘દ્રશ્યમ-2’માં જોવા મળ્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ રહી હતી. ફિલ્મને OTT પર પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ હવે જોવાનું એ રહેશે કે તેની ફિલ્મ ‘ભોલા’ પણ આટલો જ જોરદાર બિઝનેસ કરી શકશે કે કેમ?

ભોલાનું એડવાન્સ બુકિંગ

ફિલ્મના એડવાન્સ કલેક્શનની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ માટે અત્યાર સુધીમાં 50,000થી વધુ ટિકિટ બુક થઈ ચૂકી છે. ફિલ્મની એડવાન્સ બુકિંગ દ્વારા કમાણીની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 1 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આપને જણાવી દઈએ કે અજય દેગવાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં નેક્સ્ટ લેવલના એક્શન સીન બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મ IMAX અને 3Dમાં રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો:વાઝુદ્દીન સિદ્દીકી પર આરોપો વચ્ચે પૂર્વ પત્ની આલિયાની મુશ્કેલીઓ વધી, જાણો કોણે નોંધાવ્યો કેસ

આ પણ વાંચો:Happy family : કન્ડિશન્સ એપ્લાયના કલાકાર અને નિર્માતાએ અમદાવાદ શહેરની મુલાકાત લીધી

આ પણ વાંચો:‘બાળ કલ્યાણ’ નફાકારક પ્રવૃત્તિ માટે હોતું નથીઃ રાણી મુખર્જીની ફિલ્મ અંગે નોર્વેનો જવાબ

આ પણ વાંચો:આખરે, કેમ આ ગાયકના દીવાના થયા પીએમ મોદી, આ રીતે કર્યા વખાણ: જુઓ વીડિયો