Not Set/ બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ બાદ જુઓ શાહિદ કઈ ફિલ્મ માટે પાડી રહ્યો છે પરસેવો !

મુંબઇ પદ્માવત અને બત્તી ગુલ મીટર ચાલુ જેવી ફિલ્મોથી દર્શકોનું દિલ  જીતનાર અભિનેતા શાહિદ કપુર હવે પોતાની આવનારી ફિલ્મમાં વ્યસ્ત થઇ ગયો છે. આ ફિલ્મનું નામ કબીરસિંઘ રાખવામાં આવ્યુ છે, જેનું પ્રથમ પોસ્ટર પણ લોન્ચ કરી દેવાયું છે.આ ફિલ્મ તેલુગુ બ્લોકબસ્ટર ફિલ્મ અર્જુન રેડ્ડી ની હિન્દી રીમેક છે.આ ફિલ્મમાં એક્ટ્રેસમાં કીયારા અડવાણી પણ જોવા મળશે.શાહિદના  ૪ અલગ-અલગ લૂક આ ફિલ્મમાં જોવા મળશે. શાહિદે […]

Trending Entertainment
747899 kabir singh બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ બાદ જુઓ શાહિદ કઈ ફિલ્મ માટે પાડી રહ્યો છે પરસેવો !

મુંબઇ

પદ્માવત અને બત્તી ગુલ મીટર ચાલુ જેવી ફિલ્મોથી દર્શકોનું દિલ  જીતનાર અભિનેતા શાહિદ કપુર હવે પોતાની આવનારી ફિલ્મમાં વ્યસ્ત થઇ ગયો છે.

આ ફિલ્મનું નામ કબીરસિંઘ રાખવામાં આવ્યુ છે, જેનું પ્રથમ પોસ્ટર પણ લોન્ચ કરી દેવાયું છે.આ ફિલ્મ તેલુગુ બ્લોકબસ્ટર ફિલ્મ અર્જુન રેડ્ડી ની હિન્દી રીમેક છે.આ ફિલ્મમાં એક્ટ્રેસમાં કીયારા અડવાણી પણ જોવા મળશે.શાહિદના  ૪ અલગ-અલગ લૂક આ ફિલ્મમાં જોવા મળશે.

શાહિદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનુ પોસ્ટર લોન્ચ કર્યુ છે. પોસ્ટરમાં બ્લેક બેકગ્રાઉન્ડ જોવા મળી રહ્યું છે, જેના પર લાલ રંગથી રંગાયેલ હાથનો પંચ અને ફિલ્મનું નામ લખવામાં આવ્યુ છે.

શાહિદે લખ્યું છે કે અર્જુન રેડ્ડીને લાખો લોકોનો પ્રેમ મળ્યો અને પ્રશંસા મળી અને હવે સમય છે કબીરસિંઘનો અને આ ફિલ્મ જોં માટે ૨૦૧૯માં તહી જાઓ તૈયાર.

કબીરસિંહ નું નિર્દેશન કરતાં સંદીપ રેડ્ડી વાંગાએ જણાવ્યુ કે, ફિલ્મના હિન્દી વર્ઝન પર કામ શરુ કરવું એક ઉત્સાહથી ભરેલું હતું. તેમણે જણાવ્યુ કે, કબીર ફિલ્મના લીડ રોલનું નામ છે અને કબીરસિંધનો પંચ અને ગાંડપણ પણ એવુ જ હશે જેવુ અર્જુન રેડ્ડીનું હતું.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું શુટિંગ મુંબઈ, દિલ્હી અને મસૂરીમાં થશે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ આવતા વર્ષે ૨૧ જુનના રોજ રીલીઝ થવાની છે.