અમેરિકાની ધમકીઓ બાદ પણ પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશરો બનેલું છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં સૌથી વધારે આતંકવાદી બેઝ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. પાકિસ્તાનમાં આતંકીઓનો ખતરો સીરિયાથી ત્રણ ગણો વધારે છે.
આ રિપોર્ટમાં પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદનું સમર્થક દર્શાવવામાં આવ્યું છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં આતંકી હુમલાનો રિસ્ક સીરિયાથી ત્રણ ગણો વધારે છે. સર્વે મુજબ, અફઘાન તાલિબાન અને લશ્કર-એ-તૈયબા તરફથી સૌથી વધારે ખતરો છે. વળી, આતંકીઓ માટે સુરક્ષિત આશરાના લિસ્ટમાં પાકિસ્તાન સૌથી ઉપર છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આંકડાઓ મુજબ સૌથી ખતરનાક આતંકી સંગઠનોની વાત કરીએ, તો મોટા ભાગના સંગઠનો પાકિસ્તાન સાથે સંબંધિત છે. વળી, કેટલાક સંગઠનો અફઘાનિસ્તાનના છે, જેનું સંચાલન પાકિસ્તાનના સહયોગથી થાય છે.