Chhattisgarh/ છત્તીસગઢ : રાજ્યમાં 33 મહિનામાં 40 હજારથી વધુ લોકો ‘Missing’, શોધખોળ ચાલુ હોવાનું પોલીસનું ‘આશ્વાસન’

છત્તીસગઢમાં 33 મહિનામાં 40 હજારથી વધુ લોકો ગુમ થયા છે. પોલીસે આ મામલે તપાસ ચાલુ હોવાનું આશ્વાસન આપ્યું છે.

Top Stories India
YouTube Thumbnail 2024 02 12T170716.865 છત્તીસગઢ : રાજ્યમાં 33 મહિનામાં 40 હજારથી વધુ લોકો 'Missing', શોધખોળ ચાલુ હોવાનું પોલીસનું 'આશ્વાસન'

છત્તીસગઢમાં 33 મહિનામાં 40 હજારથી વધુ લોકો ગુમ થયા છે. આ મામલો સામે આવતા પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. 33 મહિનામાં રાજ્યભરમાંથી 48,675 લોકો ગુમ થવા મામલે લોકોની શોધખોળ કરવામાં આવી રહ્યું હોવાનો પોલીસ દ્વારા આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. જો કે, તેમાંથી 37,813 જેટલા લોકોની પોલીસે  ભાળ મેળવી હતી, પરંતુ 10,862 લોકો હજુ પણ ગુમ છે. તેઓ ક્યાં અને કઈ હાલતમાં છે તે અંગે ન તો પોલીસ પાસે જાણકારી છે અને ના તો તેમના સંબંધીઓ પાસે કોઈ માહિતી છે. ગુમ થયેલા લોકોના સંબંધીઓ હજુ પણ તેમના પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. સંબંધીઓના જણાવ્યા મુજબ, તેમણે તેના સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે, પરંતુ તેમના ઘરમાંથી ગુમ થયેલા લોકો વિશે કંઈ જ મળ્યું નહીં. પોલીસ પણ તેમને શોધવામાં વ્યસ્ત છે.

વિભાગીય અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 1 એપ્રિલ, 2021 થી 31 ડિસેમ્બર, 2023 વચ્ચે રાયપુરમાંથી 7,337 લોકો ગુમ થયા છે. તેમાંથી 5,602 લોકોને પોલીસે રિકવર કર્યા હતા, પરંતુ 1,735 લોકોને શોધી શકાયા નથી. તેવી જ રીતે, બિલાસપુર પોલીસ અધિકારીઓ પણ 1,397 લોકોને શોધી શક્યા નથી અને દુર્ગ પોલીસ હજુ સુધી 1,212 લોકોને શોધી શકી નથી. રાયપુર પોલીસ ગુમ થયેલા લોકોને શોધવામાં પાછળ છે. રેલવે રાયપુરે ગુમ થયેલા 65માંથી 58 લોકોને શોધી કાઢ્યા છે. રેલ રાયપુર, મોહલા માનપુર, કોરિયા, જગદલપુર, દંતેવાડા, બીજાપુર અને નારાયણપુર ખાતે તૈનાત પોલીસ અધિકારીઓએ ગુમ થયેલા લોકોને શોધવામાં સારી કામગીરી બજાવી છે. અન્ય જિલ્લાઓની સરખામણીએ આ જિલ્લાઓમાં ગુમ થયેલા લોકોની સંખ્યા ઘણી ઓછી છે.

લોકોના ગુમ થવાનું સૌથી મોટું કારણ તેમના પરિવારના સભ્યોની નારાજગી છે. જો કે, મોટાભાગના આવા કિસ્સાઓમાં વ્યક્તિ થોડા દિવસો પછી ઘરે પરત ફરે છે.  જો કે લાંબા સમય બાદ જે લોકો પાછા ફર્યા નથી તેવા કિસ્સામાં માનવ તસ્કરીની પણ શક્યતા છે. જ્યારે સગીર ગુમ થવાના કિસ્સામાં પોલીસ પ્રેમસંબંધ હોવાની શક્યતા જુએ છે. આવા કિસ્સામાં પરિવારના સભ્યોના વિરોધના ડરથી સગીરો ઘર છોડીને જતા રહે છે. જ્યારે કોઈ મહિલા અથવા અન્ય કોઈ ગુમ થાય છે, ત્યારે પોલીસ ગુમ થવાનો અહેવાલ નોંધે છે અને દરેક રીતે તેમની શોધ કરે છે. પોલીસ નજીકના સંબંધીઓ અને મિત્રોના સરનામા અને મોબાઈલ નંબર લઈને તેમની માહિતી એકત્ર કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ