Gujarat Election/ તમારો એક મત ફક્ત માત્ર ધારાસભ્ય નહિ, ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે: અમિત શાહ

અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ એ બોર્ડ લગાવ્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે પણ 1990 થી સત્તાની બહાર રહેલી કોંગ્રેસને આ વાક્ય નથી શોભતું. ગુજરાતમાં…

Top Stories Gujarat
Amit Shah Gandhinagar

Amit Shah Gandhinagar: આજે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના જનપ્રિય સાંસદ તેમજ દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ખંભાળિયા, કોડીનાર, અને માળિયા હાટીના ખાતે ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં આયોજિત જાહેરસભામાં ઉપસ્થિત પ્રચંડ જનમેદનીને સંબોધન કર્યું હતું. અમિત શાહે ભગવાન દ્વારકાધીશ, સોમનાથ મહાદેવ તથા માં આશાપુરાના ચરણોમા વંદનસહ પ્રણામ કરી પોતાના વ્યક્તવ્યની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, તમારો એક મત ફક્ત ધારાસભ્ય નક્કી નહિ કરે, ગુજરાત અને ગુજરાતના યુવાનોનું ભવિષ્ય નક્કી કરશે. ગુજરાતની રચના બાદ ગુજરાતીઓએ કોંગ્રેસ-ભાજપ બંનેની સરકાર જોઈ છે, કોંગ્રેસના શાસનમાં છાશવારે રમખાણો, કરફ્યુ, અશાંતિના કારણે વિકાસ રૂંધાતો જોયો છે, હથિયારોની દાણચોરી, સૌરાષ્ટ્રમાં ગુંડા-માફિયાઓનો આતંક જોયો છે, ભાજપના શાસનમાં ગુજરાતીઓએ કરફ્યુમુક્ત ગુજરાત, શાંતિ, સલામતી, સુરક્ષા સાથે અવિરત વિકાસ જોયો છે. ગુજરાતમાં અશાંતિ, અસલામતી હતી પણ કોંગ્રેસના પેટનું પાણી નહોતું હલતું, ભાજપે ગુજરાતમાં શાંતિનું શાસન સ્થાપ્યું છે.

અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ એ બોર્ડ લગાવ્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે પણ 1990 થી સત્તાની બહાર રહેલી કોંગ્રેસને આ વાક્ય નથી શોભતું. ગુજરાતમાં કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસે તેની તાકાત જાતિવાદના આધારે ચૂંટણી લડવામાં લગાવી છે, ચૂંટણીનો આધાર જાતિવાદ ન હોવો જોઈએ. ભાજપા માટે ચૂંટણીનો આધાર ગુજરાતનો ગ્રામીણ વિકાસ, ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ, પ્રત્યેક ઘરમાં નલ સે જલ, 24 કલાક વીજળી, ગરીબને ગેસ કનેક્શન, શૌચાલયનું નિર્માણ છે. કોરોના મહામારીના કપાસના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 80 કરોડ નાગરિકોને સવા બે વર્ષથી વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ વિનામૂલ્યે આપ્યું છે, કોરોના વેકસીનના 230 કરોડથી વધુ ડોઝ નાગરિકોને વિનામૂલ્યે અપાઈ ચુક્યા છે. અશાંતિ, અસલામતી અને ભ્રષ્ટાચારના કારણે ગુજરાતમાંથી ઉદ્યોગ ધંધા ભાગતા હતા, આજે ભાજપાના શાસનમાં દેશનું સૌથી વધારે ઔદ્યોગિક રોકાણ ગુજરાતમાં આવે છે, દેશની કુલ નિકાસના 30% નિકાસ ગુજરાત કરે છે દેશના સૌથી વધુ લઘુ ઉદ્યોગો ગુજરાતમાં છે. ભાજપાની સરકાર જનતાને કરેલા વચનોને પૂર્ણ કરનારી સરકાર છે. કરોડો દેશવાસીઓની ભાજપા પાસેથી જે અપેક્ષા હતી તેને 5 ઓગસ્ટ 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલમ 370નો એકી ઝાટકે ઘોડો કાઢી નાખી પૂર્ણ કરી.

તેમણે જણાવ્યું કે, રાહુલ બાબા જવાબ આપે કે 2004 થી 2014 સુધી દેશમાં સોનિયા ગાંધી મનમોહન સિંહની સરકાર હતી ત્યારે દેશના જવાનોના માથા કાપીને આતંકીઓ લઈ જતા ત્યારે સરકાર ચૂપ કેમ રહેતી. 2014માં દેશની જનતાએ ગુજરાતના પુત્ર નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા અને ત્યારબાદ પાકિસ્તાને ઉરી અને પુલવામામાં હુમલો કરવાનું દુ:સાહસ કર્યું પણ પાકિસ્તાન ભૂલી ગયું કે હવે દેશના પ્રધાનમંત્રી મૌની બાબા મનમોહનસિંહ નહીં પણ નરેન્દ્ર મોદી છે. ઉરી-પુલવામાંના જવાબમાં ભારતીય સૈન્યએ સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક કરીને આતંકીઓનો ખુરદો બોલાવી દીધો. તુષ્ટીકરણ અને વોટબેંકની લાલચમાં કોંગ્રેસીઓ દેશના શ્રદ્ધા કેન્દ્રને ઉર્જાવન બનાવવાનું કાર્ય નહોતા કરતા. ભાજપા તેની સ્થાપનાથી જ રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે કટિબદ્ધ હતું, રાહુલબાબાની કોંગ્રેસ પાર્ટીએ વર્ષોથી ભાજપાનો મજાક ઉડાવ્યો મંદિર વહી બનાયેંગે, પર તિથિ નહીં બતાયેંગે, અરે રાહુલબાબા 1 જાન્યુઆરી 2024ની અયોધ્યાની ટિકિટ કરાવી લો, ભવ્ય અને ગગનચુંબીર રામ મંદિર તમને જોવા મળશે. બેટ દ્વારકામાં ગેરકાયદેસર મજારો બનાવી દબાણ કરવામાં આવ્યું હતું તેને સરકારી તંત્ર દ્વારા હટાવતા હજી કોંગ્રેસીઓ હાય તૌબા કરે છે કે, કેમ હટાવ્યુ?

લોહ પુરુષ સરદાર સાહેબને યાદ કરતા તેમણે જણાવ્યું કે  સરદાર સાહેબના કારણે આ જૂનાગઢ આજે ભારતમાં અને 565 થી વધુ રજવાડાઓના વિલીનીકરણથી અખંડ ભારત બન્યું છે. કોંગ્રેસ અને નેહરુ ગાંધી પરિવારે હંમેશા સરદાર સાહેબની યાદો ઇતિહાસમાંથી મિટાવવાના કાર્યો કર્યા. પ્રધાનમંત્રી મોદીજીએ વિશ્વનું સૌથી ઊંચું ” સ્ટેચ્યુ ઓફ યુનિટી” બનાવી સરદાર પટેલના કદને છાજે તેવું સન્માન આપ્યું.

આ પણ વાંચો: બજેટ 2023/કેવું હોવું જોઈએ દેશનું આગામી બજેટ, નિર્મલા સીતારમણે નિષ્ણાતો સાથે શરૂ