Mahesana News/ ઇન્સ્ટા-લવનો કરૂણ અંજામ! મહેસાણામાં પત્ની પ્રેમી સાથે ફોર્ચ્યુનરમાં ફરાર, પતિને કાર નીચે કચડવાનો પ્રયાસ

Mehsanaમાં ઇન્સ્ટાગ્રામથી લગ્ન કરનાર યુવક સાથે દગો થયો છે. પત્ની દાગીના પહેરી પ્રેમી સાથે ભાગી ગઈ અને પતિને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો.

Gujarat Top Stories Others
Mehsana Instagram Marriage Fraud

Mehsana Instagram Marriage Fraud: સોશિયલ મીડિયા પર થતા પ્રેમનું પરિણામ ક્યારેક કેટલું ભયાનક આવી શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર થયેલા પરિચય બાદ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયેલો યુવક આજે હોસ્પિટલના બિછાને છે. તેની જ પત્ની પ્રેમી સાથે દાગીના પહેરીને ફોર્ચ્યુનર કારમાં ફરાર થઈ ગઈ અને જ્યારે પતિએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો પ્રેમીએ તેના પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

Mehsana: Instagramથી શરૂ થઈ હતી લવ સ્ટોરી

મળતી માહિતી મુજબ, પાટણમાં રહેતા આદિત્ય વ્યાસ નામના યુવાનનો પરિચય થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા હેતવી સોલંકી નામની યુવતી સાથે થયો હતો. આ પરિચય પ્રેમમાં બદલાયો અને બંનેએ લગ્ન કરી લીધા હતા. આદિત્યને આશા હતી કે તેનું જીવન સુખમય રહેશે, પરંતુ લગ્નના થોડા જ સમયમાં પત્નીના ઈરાદા કંઈક અલગ હોવાનું સામે આવ્યું.

દાગીના સેરવી પ્રેમી સાથે ફોર્ચ્યુનરમાં ફરાર

ઘટનાની વિગતો એવી છે કે, આદિત્યની પત્ની હેતવી અચાનક જ ઘરેથી નીકળી ગઈ હતી. તે જતી વખતે પતિની માલિકીના કિંમતી દાગીના પણ પહેરીને નીકળી હતી. હેતવીને લેવા માટે રાજવીર નામનો ઈસમ ફોર્ચ્યુનર કાર લઈને આવ્યો હતો. હેતવી પોતાના પતિને છોડીને રાજવીર સાથે કારમાં બેસીને રવાના થઈ ગઈ હતી.

પતિએ ફિલ્મી ઢબે પીછો કર્યો, પણ મળ્યો જીવલેણ હુમલો

જ્યારે આદિત્યને જાણ થઈ કે તેની પત્ની કોઈ અન્ય સાથે જઈ રહી છે, ત્યારે તેણે પોતાના મિત્રો સાથે મળીને તે ફોર્ચ્યુનર કારનો પીછો કર્યો હતો. મહેસાણામાં ટ્રાફિક વચ્ચે આદિત્યએ કારને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો અને પત્નીને સમજાવવા માંગતો હતો. જોકે, કાર ચલાવી રહેલા રાજવીર અને તેના મિત્ર મિતએ કાર થોભાવવાને બદલે હંકારી મૂકી હતી. આ દરમિયાન આદિત્ય કાર સાથે અથડાતા નીચે પટકાયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પોલીસ ફરિયાદ અને તપાસ

આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત આદિત્ય વ્યાસે રાજવીર અને મિત નામના શખ્સો વિરુદ્ધ મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર પત્ની અને તેના પ્રેમીની શોધખોળ હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામના પ્રેમનો આવો કરૂણ અંજામ જોઈને પંથકમાં ચકચાર મચી ગઈ છે.


આ પણ વાંચો: મહેસાણાના વિસનગર-ઊંઝા હાઈવે પર અકસ્માતમાં બાળકનું મોત, 7 લોકો ઘાયલ

આ પણ વાંચો: મહેસાણાના ખેરાલુ સતલાસણા હાઇવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

આ પણ વાંચો: મહેસાણા રાધનપુર હાઈવે પર મધરાત્રે અકસ્માત, ટેન્કરે રીક્ષાને ટક્કર મારતાં દંપતીનું સારવાર દરમ્યાન મોત